ભાજપના ટોચના નેતાઓ હવે પરપ્રાંતમાં સક્રીય

Gujarat, Politics | Ahmedabad | 15 May, 2024 | 09:56 AM
પ્રદેશ પ્રમુખ, મંત્રી, ધારાસભ્યો વારાણસી, રાયબરેલી, હરિયાણામાં પ્રચારમાં લાગ્યા
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.15

ભાજપે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના લગભગ બસ્સો જેટલા આગેવાનો, પુર્વ અને વર્તમાન સાંસદો, ઉમેદવારો, ધારાસભ્યોને દેશના અલગ અલગ રાજયોમાં હવે પછીના ત્રણ તબકકાની ચૂંટણીના કામોમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસી ખાતે ચૂંટણી પ્રચાર સહિતની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે.

આ જ રીતે અમરેલી કલસ્ટર પ્રભારી અને પુર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હરિયાણા ખાતે અનંતપુર સહિત લોકસભા મતવિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં ત્રીજા તબકકામાં 25 લોકસભા અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન પુરું થયા બાદ પ્રદેશ અને રાષ્ટ્રીયસ્તરેથી તૈયાર થયેલા પ્લાન મુજબ અલગ અલગ આગેવાનોને જુદા જુદા રાજયોમાં ચૂંટણી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પુર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રાયબરેલી લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, હાર્દિક પટેલને ઉતરપ્રદેશમાં અલગ અલગ લોકસભા મતવિસ્તારોમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાંથી મહેશ કસવાલા, કૌશિક વેકરીયા, જે.વી.કાકડીયા, જીતુ વાઘાણીને પંજાબ હરિયાણા મોકલાયા છે.

આ જ રીતે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને જમ્મુ કાશ્મીર, મંત્રી કુબેર ડીંડોર, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિને ઓરિસ્સા, મંત્રી કુંવરજી બાવળીયાને પશ્ચિમ બંગાળ, બચુભાઈ ખાબડને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj