ભારતમાં રેમલ વાવાઝોડાએ પ.બંગાળને ધમરોળ્યું તો......

અમેરિકામાં ટોર્નેડોએ મચાવ્યો કાળો કેર: મકાનની છતો અને આખે આખા ઘર ઉડયા

World | 28 May, 2024 | 02:40 PM
વીજપોલ, પવન ચક્કી, ગેસલાઈનને મોટી અસર:10 કરોડથી વધુ લોકોને અસરગ્રસ્ત: 40 લાખથી વધુ લોકો ભયના ઓથાર હેઠળ
સાંજ સમાચાર

ટેકસાસ(અમેરિકા),તા.28
ભારતમાં રેમલ વાવાઝોડું ત્રાટક્યું તો અમેરિકામાં ટોર્નેડોએ કાળો કહેર મચાવ્યો. અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને અરકાન્સસ રાજ્યમાં ટોર્નેડોએ ભારે વિનાશ વેર્યો. ત્રણેય રાજ્યોમાં અનેક બિલ્ડીંગ, વીજળીના થાંભલા, પવન ચક્કી, ગેસ લાઈન અને પેટ્રો સ્ટેશનને મોટું નુકસાન થયું. તો અનેક મકાનો હતા ન હતા થઈ ગયા. 


ટોર્નેડોએ અમેરિકામાં ટોર્નેડાના કારણે વિશાળકાય પવન ચક્કી ધરાશાયી થઈ હતી.લાકડાના મકાનોનો કાટમાળ ઉડવા લાગ્યો   હતો.જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ તબાહી નજરે પડતી આ એકબાજુ ભારતમાં રવિવારની મોડી રાત્રે રેમલ નામનું વાવાઝોડું ત્રાટક્યું તો હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વિનાશક ટોર્નેડો ફૂંકાયો હતો. અમેરિકામાં એપ્રિલ મહિના બાદ મે મહિનામાં ફરી એકવાર ભયંકર ટોર્નેડો આવ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભારે તોફાન જોવા મળ્યું. 

ટેક્સાસ,ઓક્લાહોમા અને અરકાન્સસ રાજ્યમાં સૌથી વધુ અસર થઈ હતી, ટોર્નેડોના કારણે 10 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ઈલિનોઈસ, કેન્ટુકી, મિસૌરી, ટનેસી અને અરકાન્સસમાં સૌથી વધુ નુકસાન થયું હતું.40 લાખથી વધુ લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે. 18થી વધુ લોકોના મોત થયા,જ્યારે 42 લોકોને ઈજા થઈ હતી.

ટેક્સાસમાં ટોર્નેડોના કારણે મકાનોની છત ઉડી ગઈ હતી. તો ક્યાંક આખે-આખા મકાન નષ્ટ થઈ ગયા છે. સતત એમ્બ્યુલન્સની સાઈરન વાગી રહી છે.  અમેરિકામાં ટોર્નેડોની સાથે સાથે કેટલાંક રાજ્યોમાં બેઝબોલ જેવા બરફના કરા પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી એકાએક બરફના કરા પડવા લાગે છે.

જોકે તેની સાઈઝ સામાન્ય કરા કરતાં મોટી હોવાથી લોકોમાં ભયના માહોલ જોવા મળ્યો. મે મહિના પહેલાં એપ્રિલ મહિનામાં પણ ટોર્નેડોએ ઓક્લાહોમામાં ભારે વિનાશ વેર્યો હતો ત્યારે મે મહિનામાં ફરી એકવાર ટોર્નેડોએ 3 રાજ્યોમાં મોટુ નુકસાન કર્યુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj