શ્રીનગર તા.19
પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલા બાદ ભયભીત પ્રવાસીઓએ કાશ્મીર જવાનું માંડી વાળ્યું છે ત્યારે પ્રવાસીઓને ફરી આકર્ષવા માટે રોડશોથી માંડીને ચલો કાશ્મીર જેવા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે.
કાશ્મીરનાં શ્રીનગરનાં સુમસામ બનેલા વિખ્યાત દાલ લેકના ઘાટો પરથી કારનાં કાફલા મારફત રોડ-શો યોજવામાં આવ્યો હતો. પહેલગામ સુધીનો આ રોડ-શો જોકે સુરક્ષા કારણોસર અનંતનાગમાં અધવચ્ચે અટકાવી દેવાયો હતો. પહેલગામ હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગ ભાંગી ગયાનું ખુદ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ નિવેદન કર્યુ હતું.
હવે કાશ્મીર સુરક્ષીત હોવાનો અને પ્રવાસીઓને આવવા માટે આહવાન કરવા આ રોડ-શોનો ઉદેશ હતો. કાશ્મીરમાં પહેલગામ હુમલાને એક માસ થવા આવ્યો છે છતાં કોઈ પ્રવાસી આવતા નથી.
રોડ-શોમાં સામેલ કારમાં કાશ્મીરનાં ભવિષ્યમાં રોકાણ કરો તથા પ્રવાસન અને શાંતિ હાથમાં જ છે. પ્લેકાર્ડ-બેનર રાખવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય તનવીર સાદિકે જ રોડ-શોને લીલીઝંડી આપી હતી શિકારા ઓપરેટર, હોટેલ માલિકો, ટ્રાન્સપોર્ટરો, ટુર, ગાઈડ તથા ટ્રાવેલ એજન્ટો રોડ-શોમાં જોડાયા હતા.
તેઓએ કહ્યું કે, કાશ્મીર અસુરક્ષિતની છાપને ભુંસી નાખવાનો રોડ-શોનો ઉદેશ હતો. કાશ્મીર ત્રાસવાદની સામે ઉભુ છે અને હવે પ્રવાસીઓ કોઈ ભય રાખ્યા વિના પરત ફરે.
કોલકતામાં ટ્રાવેર્લ્સ એજન્ટોનું ‘ચલો કાશ્મીર’અભિયાન
કાશ્મીર પ્રવાસનને પ્રોત્સાહન આપવા કોલકતામાં 100 થી વધુ ટ્રાવેર્લ્સ કંપનીઓએ ‘ચલો કાશ્મીર અભિયાન’ શરૂ ર્ક્યું છે. ત્રાસવાદ સામે લડત દર્શાવવા તથા પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ અભિયાન શરૂ કરાયું છે. આ ટ્રાવેર્લ્સ એજન્ટો વર્ષે 4 લાખ પ્રવાસીઓને ભારતમાં પ્રવાસ કરાવે છે તેમાંથી 40,000 પ્રવાસીઓ કાશ્મીર જતા હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy