જુનાગઢ તા.16
મુળ ગુજરાતના રહીશ હાલ વર્ષોથી અમેરિકાના નાગરિક તરીકે રહેતા ફરીયાદીના કુટુંબીને હજ મકકા મદીનાની યાત્રા માટે લઈ જવાના રૂા.9 લાખ રૂપિયા લઈ ન હજ મોકલી નાણા પરત આપતા સી ડીવીઝન પોલીસમાં બે સામે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી સલમાનભાઈ હારૂનભાઈ લોખંડ વાળા ઘાંચી (ઉ.29) ધંધો નોકરી મોડાસા વાળાના કુટુંબી ફુવા સહીદભાઈ અનારવાલા, તેમના પત્નિ સાહીનબેન મુળ લુરાવાડા (ગુજરાત) જેઓ વર્ષોથી અમેરિકાના નાગરિક હોય અને શીકાગોમાં રહેતા હોય તેઓને હજ માટે મકકા-મદીના મોકલવાના હોય જેના પેકેજના રૂા.9 લાખ આરોપીઓ અલ્તાફ મુનશી રે. જુનાગઢ અજમેરી પાર્ક અને તેનો ભાણેજ પાર્ટનર સુફીખાન બન્ને જુનાગઢ ખાતે અલબેર ટુર્સ અને ટ્રાવેલ્સ ઉતરાહ કરવાની ટુર ચલાવતા હોય તેઓને 9 લાખ આપી દીધેલ બાદ તા.3-5-2024થી આજ દિન સુધીમાં ન હજ યાત્રા મકકા મદીનાની કરાવી અરબ દેશમાં ન મોકલી ન નાણા પરત આપ્યા હોય જેની ફરીયાદ સી ડીવીઝનમાં સલમાનભાઈ હારૂનભાઈ લોખંડવાલાએ બન્ને સામે નોંધાવતા પીએસઆઈ એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy