અમરેલીના નાગનાથ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકજામની સમસ્યા: વાહન ચાલકોને હાલાકી

Local | Amreli | 11 June, 2024 | 02:57 PM
ભારે ભીડ હોવા છતાં એક પણ ટ્રાફિક જવાન હાજર ન હોવાથી લોકોમાં રોષનો માહોલ
સાંજ સમાચાર

અમરેલી, તા.11
અમરેલી શહેરનાં નાગનાથ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આજે સવારે 9 કલાકે ભયાનક ટ્રાફિક સમસ્યા ઉભી થઈ. ટુ વ્હીલરથી લઈને એસ.ટી. બસની હારમાળા સર્જાઈ અને કયાં કેવી રીતે આગળ વધવું તેની કોઈ વહનચાલકને ખબર પડતી ન હતી અને આવા કપરા સમયે પણ એકપણ ટ્રાફિકમેન કયાંય જોવા ન મળતાં વાહનચાલકોમાં નારાજગીનો માહોલ ઉભો થયો હતો.

અમરેલીનાં મુળદાસબાપા ચોકમાં માર્ગનું કામ શરૂ હોવાથી નાગનાથ મંદિરનાં મુખ્ય દબવાજા પાસેથી આવન-જાવન વાહનોની છેલ્લાા 10 દિવસથી શરૂ છે અને આજે સોમવાર હોવાથી સ્વાભાવિક રીતે સવારનાં ટ્રાફિક રહેતો હોય છે. નજીકમાં જ નાગનાથ મંદિર, નાગનાથ બસ સ્ટેન્ડ, બેન્ક જેવા સ્થળો હોવા છતાં એકપણ ટ્રાફિકકર્મી કયાંય નજરે ચડયો ન હતો.

નાગનાથ બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોનો જમેલો અને બંને બાજુથી કતારબંધ વાહનોની અવરજવરથી હંમેશા સવાર-સાંજ ટ્રાફિક થઈ રહૃાો છે અને ટ્રાફિકકર્મી કયાંય જોવા મળતા નથી. કયારેય જોવા મળે તો તેઓ મોબાઈલમાં અને મિત્રો સાથે વાતચીતમાં મશગુલ જોવા મળેછે. આ અંગે અમરેલીનાં ઉચ્ચ અધિકારીઓ એકાદ વખત આકસ્મિક તપાસ કરે તો ખ્યાલ આવે કે વાહનચાલકોની કેવી દશા ટ્રાફિકમેનની નિષ્ક્રીયતાથી થાય છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj