દેશભરમાં ગદ્દારો પર ધોંસ : ઉતરપ્રદેશમાં ISI માટે કામ કરતો સહજાદ ઝડપાયો

India, World | 19 May, 2025 | 05:35 PM
♦ જયોતિએ અન્ય યુ-ટયુબરને પણ જાસૂસી નેટવર્કમાં સામેલ કર્યા હતા : તમામ તપાસના રડાર પર
સાંજ સમાચાર

♦ યુપી સુધી તપાસ પહોંચી: એક વ્યાપારી સહજાદ પણ પાકિસ્તાની જાસૂસ નિકળ્યો: એટીએસએ દબોચી લીધો

 

♦ હરિયાણાની ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી યુ-ટયુબર ભારતમાં પાક દૂતાવાસના દાનીશ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતી

 

નવી દિલ્હી તા.19
ઓપરેશન સિંદુરના પગલે દેશમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુટયુબર જયોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ઉતરપ્રદેશમાં પણ પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે કાર્ય કરતા રામપુરના સહજાદને ઝડપી લેવામાં આવ્યો છે.

તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો અને તેના પર વોચ હતી. હાલમાં જ ઓપરેશન સિંદુર દરમ્યાન તે ફરી એકશનમાં આવ્યો હતો અને સરહદ પારથી પણ તેનો સંપર્ક થયો હતો.

ઉતરપ્રદેશ પોલીસના એન્ટી ટેરરીસ્ટ એ બાદમાં રવિવારે તેની ધરપકડ કરી છે. સહજાદ વાહેબ એ યુપીના રામપુર જીલ્લાનો રહેવાસી છે અને તેણે વ્યાપારના નામે અનેક વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે અને તે રીતે તે પાકના જાસૂસી નેટવર્ક સાથે જોડાઈ ગયો હતો અને તેને પાકિસ્તાનમાં જ જાસૂસી અંગે ટ્રેનીંગ આપવામાં આવી હતી તેને ભારતનું સીમકાર્ડ અને લોકલ નેટવર્કનો પણ ટેકો હતો.

હવે તેની સઘન પુછપરછ થઈ રહી છે. બીજી તરફ હરિયાણાની યુટયુબર જયોતિ કે જે પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ હાલ કસ્ટડીમાં છે. તેનું ઉતરપ્રદેશ કનેકશન પણ બહાર આવ્યું છે. વૃંદાવનમાં તે એક વ્યક્તિના સંપર્કમાં હતી તેની કોલ ડિટેઈલના આધારે આ વ્યક્તિને શોધવાની કામગીરી શરુ થઈ છે.

જયોતિના મોબાઈલ અને લેપટોપની પણ ફોરેન્સીક તપાસ શરુ થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સરને પાકિસ્તાનની જાસૂસી નેટવર્કમાં સામેલ કરવાની કામગીરી જયોતિને સોંપાઈ હતી અને તેણે કેટલાકનો સંપર્ક પણ કર્યો હતો. અગાઉ તેણે કેટલાક ઈન્ફલુએન્સરને પાકિસ્તાન પણ મોકલ્યા હોવાનો ધડાકો થયો છે અને પોલીસે હવે તેની તપાસ શરુ કરી હતી.

હરીયાણાના નૂહમાંથી વધુ એક પાક. એજન્ટ ઝડપાયો
તારીક સીધો પાક દૂતાવાસના સંપર્કમાં હતા

લખનૌ: ભારતમાં રહીને દેશ સાથે ગદ્દારી કરતા એક બાદ એક પાક એજન્ટો પર શરૂ થયેલી વોચમાં હવે ઉતરપ્રદેશમાંથી શહેજાદ બાદ હરિયાણાના નૂહમાંથી વધુ એક ગદ્દાર ઝડપાયો અને તે પણ નેટવર્કમાં સામેલ હોવાનું ખુલ્યુ છે.

તારીખ હનીફ નામના આ વ્યક્તિ ના ઓળખમાંથી પાક સાથેના અને અલગ નેતૃત્વના સંપર્ક મળ્યા છે તે વોટસએપથી ભારતીય સેનાની માહિતીની લેવડદેવડ કરતા હતા અને પાક દૂતાવાસમાં સામેલ આસીફ બ્લોચ અને જાફરના સંપર્કમાં હતા. જો કે આ બન્ને પાક દૂતાવાસના કર્મચારીને અગાઉ જ ભારતમાંથી તગડી મુકાયા છે.

 

વધુ યુ-ટયુબર પ્રિયંકા સેનાપતિ તથા નવાંકુર પણ પાકિસ્તાન ગ્યા’ તા
હરિયાણાના યુ-ટયુબરમાં અનેકના પાક પ્રવાસ રડારમાં: ડોકટર યાત્રી નામનો નવાંકુર ધનખડ પણ તપાસ હેઠળ
નવી દિલ્હી,તા.19

હરિયાણાની જયોતિ મલ્હોત્રાએ ભારતમાં પાકિસ્તાનનું નેટવર્ક વધારવા જે રીતે કામ કર્યુ તેમાં હવે વધુ યુટયુબર મુશ્કેલીમાં મુકાઈ તેવી શકયતા છે. જેમાં હવે પ્રિયંકા સેનાપતિ ઉપરાંત હરિયાણાના નવાંકુર ધનખડનું નામ પણ બહાર આવ્યું છે.

ઓડીસામાં રહેત પ્રિયંકા પણ પાકિસ્તાનનો પ્રવાસ કરી આવી છે. ચાર મહિના પહેલા જ તે કરતારપુર ગઈ હતી અને તેની સાથે એક વ્યક્તિ પાકિસ્તાનનો હોવાની આશંકા છે.

જો કે પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું કે જયોતિ ફકત મારી દોસ્ત છે. હું યુટયુબના માધ્યમથી તેમના સંપર્કમાં આવી છું. પરંતુ જયોતિની અન્ય ગતિવિધિ મુદે મને કાંઈ ખ્યાલ નથી. પ્રિયંકા પણ ટ્રાવેલ વિડીયો બનાવવામાં જાણીતી છે. તે પોતાની યુટયુબ ચેનલ ચલાવે છે જેમાં તે પાકિસ્તાન ગઈ હતી અને તેનો વિડીયો બ્લોગ બનાવ્યો હતો.

જેમાં પાકિસ્તાનને ઉડીયા લડકી ટાઈટલ આપ્યુ હતું. જો કે અગાઉ જયોતિ મલ્હોત્રા અને પ્રિયંકા સેનાપતિ બંને વિખ્યાત જગન્નાથ મંદિરમાં સાથે ગયા હતા. તેથી પોલીસે હવે તેની તપાસ શરુ કરી છે.

નવાંકુર ધનખડ ડોકટર યાત્રી નામની ચેનલ ચલાવે છે. તે ગત વર્ષે માર્ચમાં પાકિસ્તાન ગયો હતો અને પાક દૂતાવાસની ભારતમાં યોજાયેલી નેશનલ ડે પાર્ટીમાં પણ હાજર હતો. તે અને જયોતિ મલ્હોત્રા સાથે હોવાના પણ સંકેત છે. બંનેની દૂતાવાસમાં ખેંચેલી તસ્વીર પણ બહાર આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj