અકસ્માત નહીં હત્યાકાંડ માની કડક તપાસ કરો: કોંગ્રેસની ઉગ્ર માંગ

Saurashtra | Rajkot | 30 May, 2024 | 04:48 PM
તક્ષશીલા કાંડની પાંચ વર્ષ વિત્યા છતાં પીડિતો ન્યાયથી દુર: હવે આ ઘટનાનો ન્યાય કયારે?: હેમાંગ રાવલના સરકારને સીધા પ્રશ્ન
સાંજ સમાચાર

રાજકોટ તા.30
રાજકોટમાં ગત તા.25ને શનિવારના રોજ ટીઆરપી ગેમઝોનમાં ગોઝારીની ઘટના બની હતી. તેમાં 28 લોકોના મૃત્યુ થયા છે. ડીએનએ ટેસ્ટના સેમ્પલ મેચ થઈ જતા મૃતદેહોને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા. આ મામલે તંત્ર સામે બહોળા પ્રમાણમાં પ્રશ્નો ઉઠયા છે તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અગ્નિકાંડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કોર્ડીનેટર અને પ્રવકતા હેમાંગ રાવલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારી દુર્ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. મુખ્યમંત્રીને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમીત ચાવડાએ રાજકોટની મુલાકાત લઈને સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરી હતી કે, સંડોવાયેલા તમામ અધિકારીઓ, નેતાઓ અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા વચેટીયાઓને એફઆઈઆરમાં સામેલ કરીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ. જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે.

તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી એમ લાગી રહ્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, તક્ષશીલા ઘટના માટે છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે લોકો લડી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આવી ગોઝારી ઘટના બની છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીની માંગણી છે કે, બદલી કરાયેલા આઈએએસ, આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે એફઆઈઆરમાં નામ નોંધી આરોપી બનાવવા જોઈએ. મુખ્ય આરોપી ધવલ ઠકકરની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનમાં કયાં મુખ્ય આરોપી ધવલ ઠકકરએ માત્ર મોહરું છે.
જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાયકલ રિપેરીંગ અને પંચરની દુકાન હતી. થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયો હતો.

આ ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારવા જેવું છે. શહેરમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપીમાં 14 હજારના પગારે નોકરી કરતો હતો પણ મૂળ માલિક વિકાસ જૈને એગ્રીમેન્ટ સાઈન કરાવી મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું. અધિકારી કયાં નેતાના પૈસા રોકાયેલા છે તેની એસઆઈટી તપાસ કરે અને સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને મૃતકોને ન્યાય અપાવે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj