થાનગઢ સિરામીક ઉદ્યોગને અપાતા વીજ પ્રવાહમાં ટ્રીપીંગની સમસ્યા : દર વર્ષે 60થી 70 કરોડનું નુકસાન

Saurashtra | Surendaranagar | 29 May, 2024 | 01:21 PM
PGVCL સર્કલ ઓફિસરને રજૂઆત સાથે સમસ્યાના નિરાકરણ અંગે માંગ
સાંજ સમાચાર

 (ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 29
થાનગઢ સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા વીજ પ્રવાહમાં ટ્રિપિંગની સમસ્યા રહે છે. જેના કારણે દર વર્ષે કરોડોનું નુકસાન થતું હોવાથી પાંચળ સિરામિક એસોસિયેશને પીજીવીસીએલ સર્કલ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્યું છે કે, થાનગઢ વિસ્તારની અંદર 300થી પણ વધારે મોટા યુનિટ છે. જ્યારે 1000થી પણ વધારે ગૃહઉદ્યોગ થાનગઢ પીજીવીસીએલનું કનેક્શન ધરાવી રહ્યા છે. અહીં દર મહિને 6 કરોડથી પણ વધારે થાનગઢ સિરામિક પીજીવીસીને બિલ ચૂકી રહી છે. 

8થી 10 વખત ટ્રિપિંગ આવી રહ્યા છે. જેના હિસાબે થાનગઢ સિરામિકને દર વર્ષે 60થી 70 કરોડ રૂપિયાનું નુકસાન આવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી પણ વધારે સમયથી ગાંધીનગર મુખ્યમંત્રી, ઊર્જા મંત્રીને 10થી પણ વધારે પત્ર લખી ચૂક્યા છે પણ કોઈ સુવિધા નથી મળતી. તેની ફરી રજૂઆત કરવામાં આવી છે.

થાનગઢ સિરામિકને ગુજરાત સરકાર દ્વારા પીજીવીસીએલ બાબતે અવાજ સાંભળે તેવી રજૂઆત કરવામાં આવે છે. થાનગઢ પીજીવીસીએલની અંદર કોઈપણ અધિકારી દ્વારા જવાબ દેવામાં આવતો નથી. તે પણ કારખાનાવાળાનું થોડું ઘણું બિલ બાકી હોય ત્યારે પીજીવીસીએલ અધિકારી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે પણ પૈસા ભરવામાં આવે છે. પણ સુવિધાના નામે અને સગવડવાળા નામે કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી.

થાનગઢ સિરામિકના પાંચાળ સિરામિક એસોસિયેશન પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ, પ્રભુદાસભાઈ પ્રજાપતિ, નીતિનભાઈ શાહ, ઇશ્વરભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે મારો પોતાનો એક પ્લાન મોરબી ફેરવી નાખ્યો છે કે વારંવાર ટ્રિપિંગ આવવાથી નુકસાન થતું હતું. આવતા દિવસોની અંદર ઘણા સિરામિક ઉદ્યોગ દ્વારા મોરબી શિફ્ટ કરે તેવી શક્યતા છે. જો પીજીવીસીએલ દ્વારા સમસ્યાનું સોલ્યુશન નહી આવે તો થાનગઢના સિરામિક બીજે શિફ્ટ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj