(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા. 21
માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાંથી દારૂની 76 બોટલો મળી આવી હતી જેથી કરીને 56,788 નો દારૂ તેમજ ટ્રક સહિત કુલ મળીને 15,56,788 ના મુદ્દામાલ સાથે એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે .
માળીયા મિયાણાં તાલુકા પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ સોલંકીને સંયુકતરાહે બાતમી મળી હતી કે, માળીયા (મિ) તાલુકાના અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ ટ્રકમાં લઈને જવાના છેવ જેથી કરીને પોલીસે ટ્રક નંબર આરજે 30 જીએ 9369 ને ચેક કર્યો હતો તેમાંથી 76 બોટલ દારૂ મળી આવેલ હતો .
જેથી 56,788 ની કિંમતનો દારૂ અને 15 લાખનો ટ્રક આમ કુલ મળીને 15,56,788 ના મુદ્દામાલ સાથે આરોપી ગોપાલસિંગ છોગસિંહ રાવત (43) રહે. રાજવા, ધોરા તાલુકો બ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને રેડ પડી હતી ત્યારે આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે. રાજવા, તાલુકો બ્યાવર રાજસ્થાન વાળો નાસી ગયો હતો જેથી બંને સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy