ભાવનગર,તા.17
ભાવનગરના ઘોઘા સર્કલ નજીક બની રહેલા બિલ્ડીંગની સાઈટ પર આરએમસી નો ટ્રક પલટી ખાઈ જતા બે લોકો દબાયા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી .દરમિયાન ફાયર બ્રિગેડના સ્થાપી કરી ઇજાગ્રસ્ત બે લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયેલ જેમાં સારવાર દરમિયાન મનપાના સાઈડ ઈજનેરનું મોત થયું હતું.
આજે સવારે બનેલા આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ લીંબડીયું વિસ્તારમાં દામાભાઈ ની હોટલ ની સામે બની રહેલ બાંધકામની સાઈટ પર આર એમ સી નો ટ્રક નંબર લષ 03 બીજ 3633 પલટી મારી જતા ખાડામાં પડ્યો હતો
આ બનાવવાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના દોડી આવ્યો હતો. ટ્રકની સાથે બે વ્યક્તિ દબાવ્યા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડના સ્ટાફે રેસ્ક્યુ કરી ખાડામાં પડી ગયેલ ટ્રકની નીચેથી થી ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓ ને બહાર કાઢી તાત્કાલિક 108 મારફત સર. ટી. હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવને પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં બનાવ સ્થળે પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસ,108 એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ફાયર બ્રિગેડ જવાનોએ દોરડા, ક્રેઇનની મદદથી દબાયેલા બે વ્યક્તિ ભૂપતસિંહ રવુભા ગોહિલ અને હિરેનભાઈ ભરતભાઈ મહેતાને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હિરેનભાઈ મહેતાનું મોત નિપજ્યું હતું.મૃતક હિરેનભાઈ મહેતા મનપાના સાઈડ એન્જીનીયર હોવાનું જાણવા મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy