વ્હાઈટ હાઉસ (અમેરીકા) તા.18
ચીન પર 245 ટકા ટેરિફ લગાવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિનાં સુર બદલાયા છે. ટ્રમ્પે હવે ચીન સાથે હાથ મીલાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે ચીનની સાથે સારા વ્યાપાર સમજુતી પર પહોંચવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે ચીન સાથે સારા સારી વ્યાપાર સમજુતી પર પહોંચવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે એક વધુ સોદો કરવા જઈ રહ્યા છીએ મને લાગે છે કે અમે ચીન સાથે એક ખુબ જ સારો સોદો કરવા જઈ રહ્યા છીએ. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ઈટલીનાં પીએમ જયોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી.
ત્યારબાદ ટ્રમ્પે કહ્યુ હતું કે, અમેરિકાને યુરોપીય સંઘ કે કોઈ બીજા સાથે ટેરિફને લઈને સોદો કરવામાં ઘણી ઓછી સમસ્યાનો સામનો કરવો પડશે. એટલે કોઈ ઉતાવળ નથી.ટ્રમ્પે જવાબી ટેરિફ પર 90 દિવસીય રોક સમાપ્ત થતા પહેલા યુરોપીય સંઘ (ઈયુ)ની સાથે વ્યાપાર સમજુતી પર પહોંચવાનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
મેલોનીએ જણાવ્યું હતું કે તે પશ્ચિમને ફરીથી મહાન બનાવવા માંગે છે. વિશ્વાસ છે કે તેઓ કોઈપણ સમજુતી પર પહોંચી શકે છે.
ચીને કહ્યું-અમે ટેરિફ યુદ્ધ નથી ઈચ્છતા પણ કોઈથી ડરતા નથી:
અમેરિકાએ ચીન પર 245 ટકાનો ટેરીફ લગાવ્યો છે. ચીની મંત્રાલયનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે, અમેરિકી પક્ષને વિશિષ્ઠ કરતા આંકડાનાં બારામાં પુછવુ જોઈએ. વિદેશ મંત્રાલયનાં પ્રવકતા લિન જિયાને જણાવ્યું હતું કે ચીને ટેરિફ મુદા પર પોતાની ગંભીર સ્થિતિ વારંવાર જાહેર કરી છે.
ટેરિફ યુદ્ધની શરૂઆત અમેરિકાએ પોતાના કાયદેસરના અધિકારો અને નિષ્પક્ષતા અને ન્યાયની રક્ષા માટે જવાબી પગલા લીધા છે. તેમણે કહ્યું હતું કે ટેરિફ અને વ્યાપાર યુદ્ધોમાં કોઈ વિજેતા નથી થતા ચીન આવા મુદામાં કોઈ ભાગ લેવા નથી ઈચ્છતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy