રાજકોટ. તા.21
ઓનલાઈન ગેમીંગની જાહેરાત કરતાં રાજકોટના બે ઈન્ફ્લુએન્સરની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી. ઈન્ફ્લુએન્સર ધાર્મીક વાઘાણી અને દિપ ગોસ્વામી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. રાજા ગેમ્સમાં જોડાતા પહેલાં ચેતજો, ખિસ્સા ખાલી પણ થઈ જશે.
બનાવ અંગે સાયબર ક્રાઈમ એએસઆઈ વિવેક કુછડીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, શહેરમાં સોશિયલ મીડીયા ઈનફલૂએન્સર ગેમીંગનું પ્રમોશન કરતા હોય તેવા શખ્સોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા તપાસમાં હતાં.
ત્યારે સાયબર ક્રાઇમ સોશીયલ મીડીઆ મોનીટરીંગ સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈડી __dhamu_king7777__ માં ગેમીંગને લગત સાહીત્ય મુકેલ હોવાનું શોધી કાઢેલ બાદ ઈન્સ્ટાગ્રામ આઈડીના ધારકને પોલીસ મથકે બોલાવી આઈડી ધારકનું નામ પુછતા પોતાનું નામ ધાર્મીક જગશી વાઘાણી (ઉવ.20, ધંધો-સોશીયલ મીડીયા ઈન્ફ્લુસર, રહે માલીયાસણ મેઇન બજાર રામાપીર મંદીરની સામે શેરી નં 01 રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.
અટક કરેલ શખ્સ પાસે રહેલ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ખોલી જોતા તેમાં __dhamu_king7777__ વાળુ આઈ.ડી. ઓપન હતુ, જેની પ્રોફાઈલ પર www.rajagames.world વાળી વેબસાઈટની લીંક રાખવામાં આવેલ જે ખોલી જોતા RAJA GAMES લખેલુ રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થયેલ જેમાં લોટરી સ્પોર્ટ્સ કસીનો સ્લોટ્સ વગેરે ગેંબલીંગ રમાવા માટેનુ પેજ ઓપન થયેલ જે બાબતે પુછતા પોતે આ જુગાર રમવા બાબતનુ પ્રમોશન કરવા માટે રૂપીયા ચાર્જ કરે છે. જેથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે સાયબર ક્રાઈમની ટીમે સોશીયલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. deep_goswami_7_માં ગેમીંગને લગત સાહીત્ય મુકેલ હોવાનું શોધી કાઢેલ બાદ આ ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારકને પોલીસ મથકે બોલાવી તેનું નામ પુછતા પોતાનું નામ દીપ મનોજ ગોસ્વામી (ઉવ.23, ધંધો- સોશીયલ મીડીયા ઈન્ફ્લુસર રહે.રેલનગર તથ્ય બંગલો, બંગલો નં 15) હોવાનું જણાવ્યું હતું.
આરોપી પાસે રહેલ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એપ ખોલી જોતા તેમાં deep_goswami_7_ આઈડી ઓપન હતુ જેની પ્રોફાઈલ પર www.rajagames.in વાળી વેબસાઈટની લીંક રાખવામાં આવેલ જે ખોલી જોતા RAJA GAMES લખેલું રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થયેલ જેમાં લોટરી સ્પોર્ટ્સ કસીનો સ્લોટ્સ વગેરે ગેંબલીંગ રમાવા માટેનુ પેજ ઓપન થયેલ જે બાબતે પુછતા પોતે આ જુગાર રમવા પ્રમોશન કરવા માટે રૂપીયા ચાર્જ કરે છે ની કબુલાત આપતાં સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી હતી.
વાલીઓ ચેતે: વિદ્યાર્થી-યુવાનો એડીકટ: વ્યાજચક્રમાં ફસાય છે: ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ:-
રાજકોટ,તા.21
ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલે વાલીઓને ચેતવતાં કહ્યું હતું કે બેરીંગ એપ મારફતે જુગાર રમતાં લોકોમાંથી મોટાભાગે 22 વર્ષના યુવાનો છે જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યુવાનો બેટીંગ એપ મારફત જુગારના એડીકટ બને છે.અને બાદમાં અન્ય જુગાર તરફ પણ વળે છે જે બાઈ વ્યાજના અક્રમાં ફસાઈ જાય છે.
કેસીનો ગેમઓફ ચાન્સ, વિંગો એવિયેટર સહિતની ગેમો પર જુગાર રમાતો:-
બેટીંગ એપ ઓપન થતાં જ તેના અલગ-અલગ પ્રકાશની ગેમ્સ સામે આવતી હતી.જેમાં કેસીનો ગેમ્સ ઓફ લક, ગેમ્સ ઓફ ચાન્સ, વિંગો સહીતની ગેનખુલતી જેમાં વિમાનો ઉડતાં ગણતરી કરવો, વરલી ફિચરનાઓ ટકા સહીતની રમત પર જુગાર રમાતો હતો.
યુવાનોને ગેરમાર્ગે દોરી......
દિપ ગોસ્વામી છ માસમાં રૂ।.50 લાખ કમાયો: ધાર્મિકે પણ લાખો રૂપિયા રળ્યાં:-
ડિસીપી ડો.પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે,પકડાયેલ બે ઈન્ફલુએન્સર માંથી દિપ ગૌસ્વામી છેલ્લા છ માસમાં રૂ।.50 લાખ કમાયો છે. જયારે ધાર્મીક પણ લાખો રૂપિયા રડી લિધાં હતાં.જે બાબતે હાલ પોલીસે મોબાઈલના આધારે તપાસ આદરી છે.ઉપરાંત દિપ એકટીલ્સ બનાવવા માટે 7 હજાર રૂપિયા લેતો હોવાનું પણ ખૂલ્યું છે.
રીલમાં મુકેલી લીંક પર કલીક કરતાં બેટીંગ એપ ઓપન થઈ જાય:-
રાજકોટ,તા.21
રાજકોટમાં પકડાયેલ બે ઈન્ફલુએન્સર રીલ બનાવી જે ઓનલાઈન ગેમીંગને પ્રમોટ કરતાં તેમાં કોઈ પણ લોકો તેને આપેલ લિંક પર કલીક કરે કે તુરંત જ બેટીંગ એપ ઓપનું થઈ જતી હતી અને તેમાં એકાઉન્ટ કીએર કરી તેમાં ડિપોઝીટ ભર્યાબાદ જુગાર રમી શકાતો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy