દેશી બંદૂકના કેસમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા, 10 હજારનો દંડ

Crime | Jamnagar | 19 April, 2025 | 01:47 PM
સાંજ સમાચાર

જામનગર તા.19: જામનગર જિલ્લામાં પાસ-પરવાના વગરની દેશી જામગરીવાળી બંદુક સાથે ઝડપાયેલા બે આરોપીઓ સામેના જુદા-જુદા કેસ જોડીયાની અદાલતમાં ચાલી જતાં અદાલતે બંને આરોપીઓને તકસીરવાન ઠેરવીને 3-3 વર્ષની જેલ સજા અને રૂ.10-10 હજારનો દંડ ભરવા આદેશ કર્યો છે.

ગત તા.7/11/2015ની બપોરે જોડીયા તાલુકાના બોડકા ગામના પાદર પાસેથી મોરબી તાલુકાના ગફારભાઈ જુમાભાઈ લાખા પાસ-પરવાના વગરની 4 ફુટ લાંબી જામગરીવાળી દેશી ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાઈ જતાં તેના સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો જોડીયા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને આરોપીની
ધરપકડ કરવામાં આવી હતી.

આ જ રીતે મુળ ધુંવાવ ગામના અને કેસ વખતે જોડીયા તાલુકાના શામપર (માધાપર)ના ઈસ્માઈલ રજાકભાઈ શેખ નામના શખસને પોલીસે શામપર ગામે મચ્છુમાંની ડેરીવાળી સીમમાં કેનાલ પાસેની વીડીમાંથી 4 ફુટની દેશી જામગરીવાળી હાથ બનાવટ પરવાના વગરની બંદુક સાથે તા.8/1/2016ના રોજ પકડી પાડીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ બંને કેસ જોડીયાની જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં અદાલતે બંને આરોપીઓને 3-3 વર્ષની જેલ સજા કરવા સાથે રૂ.10-10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj