ચાલતી ટ્રેનમાંથી યુવકને ફેંકી દઇ હત્યા કરનાર બે આરોપીઓ એક દિવસના રિમાન્ડ ઉપર

Crime | Jamnagar | 16 May, 2025 | 01:20 PM
પોરબંદરથી લૌકિકક્રિયા પતાવી ટ્રેન મારફત વડોદરા પરત જઇ રહેલા યુવકને જામનગર નજીક ટ્રેનમાં સીટ બાબતે થઇ હતી બોલાચાલી: બીજો આરોપી પણ ઝડપાઇ જતા પોલીસે બંન્ને અદાલતમાં રજૂ કરી મેળવ્યા રિમાન્ડ
સાંજ સમાચાર

જામનગર તા.16: જામનગરમાં ગુલાબ નગર નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ પાસેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. અર્ધનગ્ન અવસ્થામાં યુવાનો મૃતદેહ મળતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ કેસની પોલીસ તપાસમાં મોટો ધડાકો થયો છે. વડોદરાના યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા બંને શખ્સની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાનો યુવાન લોકિક ક્રિયા અર્થે આવ્યો હતો. બાદમાં પરત ફરતી વેળાએ ટ્રેનમાં માથાકૂટ થઈ જતી. બાદમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

શહેરની ભાગોળે ગુલાબનગર નજીક રેલ્વે ઓવરબ્રિજ પાસે ગઈકાલે સવારે એક અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલો પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી. રેલ્વે પોલીસની હદમાં બનાવ હોવાનું સામે આવતા રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી હતી. આ દરમિયાન મૃતક યુવાનના નાકમાંથી લોહી ઉપરાંત શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે હત્યાની આશંકાએ તપાસ આદરી હતી.

વધુમાં મૃતક યુવાનની તપાસ દરમિયાન યુવાન વડોદરાનો રહીશ હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાન વડોદરા થી લૌકીક ક્રિયા અડધે પોરબંદર આવ્યો હતો. જે સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તે મિત્રો સાથે પરત પોતાના ઘર વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં જતા હતા.

ત્યાં ટ્રેનમાં સહ પ્રવાસી સાથે ટ્રેનની સીટમા બેસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી જોત જોતામાં ઉગ્ર બનતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ આવેશમાં આવી યુવાને ધક્કો મારી દીધો હતો. ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી નીચે પછાડી દેતા 35 વર્ષીય યુવાન હિતેશ મિસ્ત્રીનું મોત નીપજ્યુ હતું.

જે મામલે મિત્રની ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા પ્રકરણમાં સંડોવાયેલ  હાજી અયુબ ખટીયા (રે. એકડેએક બાપુ દરગાહ પાસે, બેડેશ્વર) અને સદામ કાસમભાઇ કોચલિયા (રે. બેડેશ્વર) ને પકડી પાડયા હતા. જેને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj