જુનાગઢ તા.23
જુનાગઢ રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા શખ્સ પાસેથી પૈસા કઢાવવા માટે રાજકોટ રહેતી યુવતીએ અગાઉના સબંધ સમાજમાં અને ફરીયાદીના પત્નિને જાણ કરવાનું કહી બદનામી કરી ખોટી ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી પૈસા કઢાવવાની ધમકી આપતા હોવાની બે યુવતી સહિત ત્રણ સામે સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જુનાગઢ ટીંબાવાડી અશોક કોમ્યુનીટી હોલ પાછળ રહેતા મુળ બીલખા રોડ આંબેડકરનગરના રહીશ અને વકીલાતનો વ્યવસાય કરતા અશોકભાઈ અરજણભાઈ સોલંકી (ઉ.50)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી કવિતા ભાણજીભાઈ માકડીયાએ તેમની પાસેથી પૈસા કઢાવવા અવારનવાર બન્ને વચ્ચેના અગાઉના સબંધ સમાજમાં જાહેર કરી સામાજીક બદનામી તેમજ અશોકભાઈના પત્નિને તેઓના સબંધની જાણ કરી ખોટી ફરીયાદ દાખલ કરી દઈશ તેવો ભય બતાવી પૈસા કઢાવવા બળજબરી કરી આરોપી બીંદીયા નાગજીભાઈ રાઠોડએ ફરીયાદી અને આરોપીના અગાઉના સબંધની જાણ અશોકભાઈ સોલંકીની પત્નિને કહી દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચાડવાની કોશીષ કરી આરોપી મોહીત નાગજી રાઠોડ, બીંદીયા નાગજી રાઠોડ અને કવિતા ભાણજી માકડીયા સહિત આરોપીઓએ મો.91069 94812 ઉપરથી ફરીયાદીના મો. 96649 65211માં જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy