ટીઆરપી કાંડમાં પકડાયેલા વધુ બે આરોપીઓએ રટણ કર્યું: અમારો કોઈ રોલ જ નથી

Saurashtra | Rajkot | 29 May, 2024 | 04:27 PM
♦ આરોપી રાહુલ રાઠોડને ગોંડલ તેના રહેણાંક મકાને એલસીબીની ટીમ લઈ ગઈ: ઘરમાં દસ્તાવેજી પુરાવા સહિતની સઘન તપાસ
સાંજ સમાચાર

♦ ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીઓના મોઢા ખોલાવવા મથામણ આદરી: અગાઉ પકડાયેલા ત્રણ આરોપીની જેમ ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાનું પણ એ જ રટણ

રાજકોટ. તા.29
ટીઆરપી આગ કાંડમાં પકડાયેલા વધું બે આરોપીઓએ પણ અગાઉના ત્રણ આરોપીની જેમ બનાવમાં અમારો કોઈ રોલ જ નથી તેવું રટણ કર્યું હતું. બનાસકાંઠા એલસીબીએ પકડેલ ધવલ ઠક્કર અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડેલ કીરીટસિંહ જાડેજાની પૂછપરછમાં પોતાનો બચાવ કર્યો હતો અને અમારો કોઈ વાંક નથી તેવી કબુલાત આપી હતી.

ગઈ તા.25 ની સાંજે મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોન કાંડમાં ભભૂકેલી ભયાનક આગથી 28 લોકો ભડથું થઈ ગયાં હતાં. જે મામલે તાલુકા પોલીસ મથકમાં ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવની સંપૂર્ણ તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળેથી જ ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નિતિન જૈનની ધરપકડ કરી હતી. બાદમાં બીજા દિવસે સંચાલક રાહુલ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતાં ત્રણેયને 14 દિવસના રિમાન્સ પર મુકવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણેયે અમારો કોઈ વાંક નથી, આ તો વેલ્ડર વેલ્ડીંગ કરતો હતો. જેથી આગ લાગી હોવાનું કહીં પોતાનો બચાવ કર્યો હતો.

જ્યારે બાદમાં બનાસકાંઠા એલસીબીએ આબુરોડ પરથી ધવલ ઠક્કર અને બાદમાં જમીનન માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતાં તેઓએ પણ આમારો કોઈ વાંક નથી તેવી કબુલાત આપતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરતાં તેને 13 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. જ્યારે કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. 

જ્યારે એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે આરોપી રાહુલ રાઠોડને પોતાના મૂળ વતન ગોંડલમાં લોહાણા મહાજનવાડીમાં આવેલ તેના રહેણાંક મકાને લઈ જઈ દસ્તાવેજી પુરાવા સહિતની જડતી કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj