જસદણ પંથકમાં બે દરોડા: જુગાર રમતા 14 ઝડપાયાં

Local | Jasdan | 10 June, 2024 | 11:21 AM
પોલીસે રોકડ રૂ.55 હજાર કબ્જે કરી કાર્યવાહિ હાથ ધરી
સાંજ સમાચાર

 રાજકોટ તા.10
જસદણ પંથકમાં બે દરોડામાં જુગાર રમતા 14 ઝડપાયાં હતાં. જેમાં રાજકોટ એલસીબી ટીમે કાળાસર ગામેથી સાતને દબોચી લઈ રોકડ રૂ.32,200 કબ્જે કર્યા હતા. જ્યારે જસદણ પોલીસે આંબરડીમાંથી જુગાર રમતા સાતને પકડી પાડયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રૂરલ એલ.સી.બીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, પેરોલ ફર્લો સ્કોડના કોન્સ્ટેબલ મથુરભાઈ વાસાણી તથા ભોજાભાઈ ગમટા પેટ્રોલિંગમાં હતાં દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે  જસદણના કાળાસર ગામે ગોડલાધાર રોડ ઉપર પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ રંગપરાની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટિંચતા  પ્રાગજીભાઈ પ્રેમજીભાઇ રંગપરા (ઉ.વ.50), મનસુખભાઈ પ્રેમજીભાઈ રંગપરા (ઉ.વ.42), ધીરૂભાઈ પોપટભાઇ રંગપરા (ઉ.વ.48), રમેશભાઈ ભીખાભાઈ રંગપરા (ઉ.વ.37),   દામજીભાઈ દેવાભાઈ ગઢાદરા (ઉ.વ.59),લખમણભાઈ જીણાભાઈ મીઠાપરા (ઉ.વ.62) (રહે તમામ કાળાસર ગામ, તા. જસદણ) તેમજ બીજલભાઈ કાળુભાઈ ખીહડીયા (ઉ.વ.55, રહે. છાસીયા તા. વિંછીયા) ને દબોચી લઈ રોકડ રૂ.32,200 કબ્જે કરી જસદણ પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત જસદણ પોલીસ મથકના એ.એ સ.આઈ. જયંતીભાઈ મજેઠિયા કોન્સ્ટેબલ ભાવેશભાઈ છેડા,અનીલભાઈ  સરવૈયા, ચંદુભાઈ પલાળીયા, અશોકભાઈ ભોજાણી પેટ્રોલિંગમાં હતાં દરમિયાન બાતમીનાં આધારે દરોડો પાડી આંબરડી ગામમાં કાસકોલીયા જવાના રસ્તાથી જુગાર રમતા વિક્રમ રતીલાલભાઈ ઓતરાદિયા (ઉ.વ.28), વિપુલ ભીખુભાઈ ખીંટ (ઉ.વ.27), ઘનશ્યામભાઈ લાલજીભાઈ કમેજળીયા (ઉ.વ. 38), ભાવેશ પ્રવિણભાઈ રાઠોડ, (ઉ.વ.25), ઠાકરશીભાઈ કલ્યાણભાઈ ઓતરાદિયા (ઉ.વ.35),  ગેલાભાઈ વશરામભાઈ ગમારા (ઉ.વ.36)(રહે તમામ આંબરડી, તા..જસદણ) તેમજ દિપકભાઈ ભુપતભાઈ પાડા (ઉ.વ.35, રહે.ગઢાળા ગામ તા.વિછીયા) ને દબોચી લઈ રોકડ રૂ.23,300 કબ્જે કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj