(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.10
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાના સામે ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 18 બોટલ મળી હતી અને શનાળા રોડે મોમ્સ હોટલની પાસેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ભારત નળિયાના કારખાની સામેની ઓરડીમાં રહેતા મનહરભાઈ વઢેકિયાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકિયા ઓરડીએ હાજર ન હતો જેથી તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં માંગરની વાડી વાળા રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી.
જેથી પોલીસે 1,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનસુખભાઈ પરસોત્તમભાઈ મકવાણા (25) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે લાલજીભાઈ રમેશભાઈ કંઝારીયા રહે. વજેપર શેરી નં- 16 મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાની માહિતી સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy