ઇરાનના ચાબહાર બંદરનું સંચાલન સંભાળવાનો કરાર કરતા

ભારત સામે અમેરિકાને વાંકુ પડ્યું: પ્રતિબંધની ધમકી

India, World | 14 May, 2024 | 03:01 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.14
ભારતે અત્યંત મહત્વપૂર્ણ કદમ હેઠળ ઇરાનના ચાબહાર બંદરનું સંચાલન સંભાળવાના 10 વર્ષ માટેના કરાર કરતા અમેરિકાને પેટમાં દુખાવો ઉપડ્યો છે અને ભારત પર પ્રતિબંધો લાગૂ કરવાની ધમકી ઉચ્ચારી છે.

ભારત અને ઇરાને તેના ચાબહાર બંદરનું સંચાલન ભારતને સોંપવાના ગઇકાલે જ કરાર કર્યા હતા. ઇરાન સાથે સંબંધો વિકસાવવા-વધારવા સામે અમેરિકાએ વાંધો લીધો છે. જો કે આ કરારથી ભારત વિદેશી નીતિના ઉદેશ હાંસલ કરી શકશે તેવું પણ જાહેર કર્યું છે.

ચાબહાર બંદરના સંચાલનથી ઇરાન સાથેના દ્વિપક્ષી સંબંધો મજબૂત થવા ઉપરાંત અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સાથેનો વ્યાપાર વ્યવહાર સરળ બની શકશે. આ લક્ષ્ય સાથે જ ભારતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

ભારતે ઇરાન સાથે પોર્ટ સંચાલનના કરાર કર્યાના કલાકોમાં જ અમેરિકાએ એવી ચેતવણી ઉચ્ચારી કરી હતી કે તહેરાન સાથે વ્યાપારિક સંબંધો ધરાવતા તમામને અમેરિકી પ્રતિબંધો લાગવાનું જોખમ રહે છે.

અમેરિકી ગૃહ વિભાગના નાયબ પ્રવકતા વેદાંત પટેલે કહ્યું કે, વિદેશ નીતિ ઉદેશ વિશે ભારત સરકારના નિવેદનની રાહ જોશે. ચાબહાર બંદર તથા ઇરાન સાથેના ભારતના દ્વિપક્ષી સંબંધો વિશે ભારતના નિવેદન પર નજર રાખશે. એટલું ચોક્કસ છે કે ઇરાન પર અમેરિકી પ્રતિબંધો યથાવત જ છે અને ચાલુ જ રહેવાના છે. ઇરાન સાથે વ્યાપાર વ્યવહાર કરનારા તમામે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેઓ પર અમેરિકી પ્રતિબંધોનું જોખમ રહેશે.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ છે અને વધુને વધુ ગાઢ બની રહ્યા છે. બન્ને દેશોના નેતાઓ-મોદી તથા બાઇડેન વચ્ચે પણ સારા સંબંધો છે. ભારતે ચાબહાર બંદરનું સંચાલન સંભાળ્યું છે ત્યારે પ્રાદેશિક કનેકટીવીટીમાં તે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ચીન અને પાકિસ્તાન બન્નેને ઝટકારૂપ છે. ઉપરાંત ઇરાન સાથેના દ્વિપક્ષી સંબંધોમાં પણ નવા દ્વાર ખુલી શકે છે. અફઘાનિસ્તાન, મધ્ય એશિયા તથા યુરેશિયન ક્ષેત્રનું કનેકશન સરળ બની જાય તેમ છે.

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જો કે એમ કહ્યું કે અમેરિકાએ આ મામલે કોઇ ચિંતાની જરૂર નથી. ભારત અને ઇરાન વચ્ચેની આ વાત છે. બંદર સંચાલન માટે ભારત ઘણા વર્ષોથી મહેનત કરતું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj