મસાલા વિવાદ

બેકટેરિયાના કારણે અમેરિકાએ એમડીએચ અને એવરેસ્ટના મસાલાના શિપમેન્ટ પાછા ધકેલ્યાનો ખુલાસો

India, World | 15 May, 2024 | 03:06 PM
♦ એથિલીન ઓકસાઈડ જેવા ખતરનાક તત્વોની હાજરી બતાવી
સાંજ સમાચાર

♦ અગાઉ સિંગાપોરે પણ ભારતના બ્રાન્ડેડ મસાલા સામે સવાલ ઉઠાવેલા

નવીદિલ્હી તા.15
 લોકપ્રિય ભારતીય મસાલા બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના કેટલાક મસાલાઓમાં એથિલીન ઓકસાઈડ જેવા ખતરનાક તત્વોની ઉપસ્થિતિ બતાવી સિંગાપોરે હાલમાં જ સવાલો ઉઠાવ્યા હતા, ત્યાર બાદ ભારતમાં તપાસ થઈ રહી છે.

જોકે હવે એક અમેરિકી ન્યુઝ એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મસાલાની સાથે વિદેશમાં આમ પહેલીવાર નતી થયું. અમેરિકામાં પણ આ બન્ને બ્રાન્ડના શિપમેન્ટને બેકિટરિયાના કારણે પરત કરાવી ચૂકયું છે.

સાલ્મોનેલા બેકટેરિયા મળેલા
રિપોર્ટ અનુસાર 2021થી અત્યાર સુધી એમડીએચની અમેરિકી નિકાસોમાંથી સરેરાશ 14.5 ટકાને બેકિટરિયાની ઉપસ્થિતિના કારણે અસ્વીકાર કરાઈ હતી. 100થી વધુ વર્ષ જુની ભારતીય પારિવારીક કંપની એમડીએચના ઉત્પાદનોને સંયુકત રાજય અમેરિકામાં વેચાણ માટે અસ્વીકાર કરવામાં આવ્યા હતા. કારણ કે તેમાં સાલ્મેનેલા મળી આવ્યું હતું. આ એક પ્રકારના બેકિટરિયા છે જે બીમારનું કારણ બની શકે છે.

મિશ્રિત મસાલા સીઝનીંગ અને મેથીવાળા શિપમેન્ટ પાછા વાળેલા
અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ) પાસેથી મળેલા તાજા આંકડા અનુસાર ઓકટોબર 2023થી 3મે દરમ્યાન જયારે ચાલુ નાણાકીય વર્ષ શરૂ થયુંં તો ત્યારે સાલ્મોનેલા તપાસમાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ એમડીએચના 65માંથી લગભગ 20 ટકા કે 13 શિપમેન્ટ અસ્વીકૃત કરાયા હતા.

એફડીએએ એ નહોતું જણાવ્યું કે, પ્રત્યેક શિપમેન્ટમાં કેટલી માત્રામાં સાલ્મોનેલા મળ્યું હતું પણ આંકડા અનુસાર અસ્વીકૃત 13 શિપમેન્ટમાં મિશ્રિત મસાલા અને સીઝનીંગની સાથે સાથે મેથી પણ સામેલ હતી. જોકે એવરેસ્ટને અમેરિકામાં ઓછી અસ્વીકૃતી મળી છે.

 

કંપનીઓનો ઈન્કાર
જોકે બીજી બાજુ કંપનીઓનું કહેવું છે કે તેમના ઉત્પાદનો સુરક્ષિત છે. એમડીએચે એમ પણ કહ્યું હતું કે તે મસાલાનું સ્ટોરેજ, પ્રોસેસીંગ અને પેકીંગના કોઈપણ ચરણમાં ખતરનાક તત્વો જેવા કે એથિલીન ઓકસાઈડનો ઉપયોગ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે, ભારત દુનિયાનું સૌથી મોટુ મસાલા ઉત્પાદક છે અને મસાલાનું સૌથી મોટું ગ્રાહક અને નિકાસકાર પણ છે. ભારતે વર્ષ 2022-23 દરમિયાન ભારતનું ઘરેલું બજાર 14.44 બિલિયન ડોલર હતું. સ્પાઈસેઝ બોર્ડે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2022-23 દરમિયાન 4 બિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરી હતી.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj