પ્રથમ વખત મળી મોટી જીત

અમેરિકાએ બીજી T20 મેચમાં પણ બાંગ્લાદેશને 6 રનથી હરાવ્યું, શ્રેણી 2-0 થી જીતી

World, Sports | 24 May, 2024 | 02:34 PM
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી,તા.24
અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ગુરુવારે રમાઈ હતી. આ મેચમાં અમેરિકાએ પોતાની તાકાત દેખાડી હતી અને શાકિબ-અલ-હસનની આગેવાની હેઠળની ટીમને છ રનથી હરાવીને શ્રેણીમાં 2-0ની જીતી હતી. આ પહેલા અમેરિકાએ બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાંગ્લાદેશ બીજી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં આવી ગયું છે. તેઓ ટી-20 શ્રેણી હારી ગયા છે. 

પ્રેઇરી વ્યુ ક્રિકેટ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાની બોલરે અમેરિકાને જીત અપાવી : ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અમેરિકાએ છ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશ ટીમ 19.3 ઓવરમાં 138 રનના સ્કોર પર જ સિમિત રહી હતી.

અમેરિકાની સતત બીજી જીતમાં અલી ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. અલીએ પહેલા શાકિબ-અલ-હસનને 18મી ઓવરમાં આઉટ કર્યો હતો. ત્રીજા બોલ પર તનઝીમ હસન શેખને પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. આ પછી તેણે ઇનિંગ્સની 20મી ઓવરમાં રિશાદ હુસૈનની વિકેટ લીધી હતી. અલી ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે 3.3 ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj