♦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ કમિશ્નર કચેરી હવે નવી જગ્યાએ વિશાળ જગ્યામાં બેસશે: જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું
રાજકોટ. તા.4
અધતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. નવી કચેરી બનતાં શહેર પોલીસની એક નવી કાર્યપદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે.
અમિત શાહે આ પ્રશંગે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ, કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એકસાથે મળીને કામ કરશે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા ક્રિમીનલ લો ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવશે અને મજબૂત કાયદો અને વ્યવસ્થાના લીધે રાજ્યમાં હાલની પેઢીને કર્ફ્યુ શું છે એ જ ખબર નથી.
તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું આ નવનિર્મિત બિલ્ડિંગ તેના વર્ક કલ્ચરને નવી ઊંચાઈ આપશે. રાજ્યમાં શાંતિ-સુરક્ષાને કારણે જ વિદેશી મૂડીરોકાણ મોટા પાયે આવી રહ્યું છે. રાજ્યમાં શાંતિ-સલામતી માટે પોલીસને વધુ આધુનિક, સુસજ્જ બનાવવા પર હંમેશાં ધ્યાન અપાયું છે તેમજ પોલીસ ક્રાઇમને ડામવા વધુ સુસજ્જ બને, એવા અનેક પ્રકલ્પો કેન્દ્રીય મંત્રી અમિતભાઈના હસ્તે મળ્યા છે.
ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદમાં નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ’તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રીક પોર્ટલ પણ આ પ્રંસગે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ, એડીસી બેંક અને સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, આજે નવરાત્રિના પ્રથમ દિવસે અધતન આધુનિક ટેકનોલોજીથી સજજ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થયું છે, જેનાથી અમદાવાદ શહેર પોલીસની એક નવી કાર્ય પદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે.
આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી વધુમાં કહ્યું કે, અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન 18,068.67 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવન અદ્યતન ટેક્નોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કોલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ નવનર્મિત ભવનમાં પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy