અસ્થિર વાતાવરણના કારણે શાકભાજીના ભાવ ઉંચકાયા: 20 ટકા માલનો બગાડ

Saurashtra | Rajkot | 15 May, 2024 | 03:53 PM
લોકલ આવક ઘટતા લીંબુ, ટમેટા, ગુવાર, ભીંડાની અન્ય રાજયોમાંથી માલની નિકાસ
સાંજ સમાચાર

રાજકોટ,તા.15
છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-ગુજરાત વાતાવરણમાં પલ્ટો સર્જાયો છે જેને પગલે ભારે પવન સાથે અનેક સ્થળોએ વરસાદ પડયો હતો. આ વરસાદની અસર સીધી શાકભાજીના ભાવ પર પડી છે એ દિવસથી લીંબુ, ગુવાર, ગીસોડા, ગલ્કા, ભીંડો, ટમેટાના ભાવ ઉંચકાયા છે. હાલ યાર્ડમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર-બેંગ્લોર, મદ્રાસમાંથી આવક થઈ રહી છે.

વાતાવરણ બદલતા અન્ય રાજયો અને સેન્ટરોમાંથી આવતા શાકભાજીની કવોલીટીને અસર થયેલ છે. 20 ટકા માલ યાર્ડમાં ઠાલવતા પુર્વે બગડી જાય છે. જેના કારણે વેપારીઓને ભારે નુકશાનીનો સામનો કરવો પડે છે.

કેટલાક વેપારીઓ શાકભાજીનો વેપાર છોડી કેરી, સાકર ટેટી, તરબુચના વેપાર તરફ વળ્યા છે. યાર્ડમાં માલ પુરતો ઠલવાય છે. પરંતુ ગરમીના કારણે માલ બગડી જતા ખેડુતો અને વેપારીઓને નુકશાની વેઠવી પડે છે.

મહારાષ્ટ્રમાંથી રોજ 25 ગાડી ટમેટાની આવે છે. મદ્રાસમાંથી લીંબુ આવે છે અને અમરેલી, ભાવનગર, મોરબી, સરધાર, ભાડલા, ગૌરીદળ, પડધરી, કાલાવડ સેન્ટરોમાંથી પણ માલ ઠલવાય રહ્યો છે.

વલસાડથી અથાણાની કેરી આવી રહી છે. હાલ યાર્ડમાં લિંબુ 100-130 કિલો, રીંગણા રૂા.5થી10ના કિલો, ફલાવર રૂા.12થી22, ભીંડો રૂા.10થી22ના કિલો, જુવાર 10થી30ના કિલો અને આદુ 100થી112ના કિલો વહેચાય રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj