ઉપલેટાની મધર્સ સ્કુલનું સી.બી.એસ.ઇ.નું ધો.10 નું 100 ટકા પરિણામ

Local | Dhoraji | 14 May, 2024 | 11:55 AM
સાંજ સમાચાર

(ભોલૂ રાઠોડ દ્વારા)                      
ઉપલેટા તા. 14

સી.બી.એસ. ઈ બોર્ડના ધોરણ 10 ના જાહેર થયેલ પરિણામમાં ઉપલેટા તાલુકાની એકમાત્ર સી.બી.એસ. ઈ સ્કૂલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ નું પરિણામ 100% આવેલ છે. સ્કૂલ એ સતત પાચમાં વર્ષે 100% પરિણામ આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. 

સ્કૂલની વિદ્યાર્થિની પ્રાચી કક્કડ એ 96.4% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રાચી એ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તેણે એક પણ ટ્યુશન કે કોચિંગ રાખ્યું હતું નહિ, માત્ર સ્કૂલના શિક્ષકોની દરેક વાતનું પાલન કરી આ પરિણામ મેળવ્યું છે. ગણિત વિષયમાં કરનભાઇના માર્ગદર્શન હેઠળ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. 

બીજા ક્રમે રાની સોલંકી એ 94.8% મેળવ્યા છે અને ત્રીજા ક્રમે કેશા સખીયા એ 92.6% મેળવ્યા છે. આમ આ વર્ષે દીકરીઓ એ અગ્રેસર રહીને મેદાન માર્યું છે. 
આ ઉપરાંત સ્કૂલના પરિણામ ની વાત કરીએ તો 3 વિદ્યાર્થીઓ એ 91% થી વધુ લાવ્યા છે. 14 વિદ્યાર્થીઓ 80% થી વધુ લાવ્યા છે. જ્યારે બીજા 14 વિદ્યાર્થીઓ 70% થી વધુ માર્કસ લાવ્યા છે અને 7 વિદ્યાર્થીઓ એવા છે કે જે 60% થી વધુ ગુણ સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj