હાઉસીંગ બોર્ડના કવાર્ટરની સ્થિતિ અંગે પણ ધ્યાન દોર્યુ : બોર્ડ માંગણી કરે તો હંગામી ધોરણે આવાસ આપવા પણ તૈયારી

ફાયર સેફટીની કાર્યવાહીથી રાજકોટમાં હોબાળો : મુખ્યમંત્રીને રજુઆત કરતા ભાજપ શાસકો

Saurashtra | Rajkot | 11 June, 2024 | 03:53 PM
શાળા, હોસ્પિટલો તત્કાલ ખોલવા દેવાની જરૂર : કોમ્યુનિટી હોલ નહીં ખુલે તો પ્રસંગો રઝળશે : ભાજપ પ્રમુખ, મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન દ્વારા મંત્રી, ધારાસભ્યોની આગેવાનીમાં ચર્ચા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 11
રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ પુરા શહેરમાં ફાયર એનઓસી, બીયુ પરમીશન વગરની મિલ્કતોને સીલીંગ ઝુંબેશ ચાલુ છે ત્યારે વેપારીઓ, શૈક્ષણિક જગતમાં ભારે દ્વિધા અને વિસંગતતા હોય, આજે રાજકોટથી ભાજપના  શાસકો અને હોદેદારોએ ગાંધીનગર ખાતે મંત્રીઓની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજુઆત કરી છે. 

શાળા ખોલવાનો સમય આવી ગયો છે, થોડા દિવસો બાદ લગ્નગાળો શરૂ થવાનો છે, લોકોના પ્રસંગ બગડે તેમ છે.  હોસ્પિટલોની ચિંતા પણ છે. આથી આવી મિલ્કતોમાં સલામતીના સાધનો મુકવાનો સમય આપવામાં આવે અને સરળ તથા ઝડપી વ્યવસ્થા કરવામાં આવે તેવી શાસકોએ માંગણી કરી છે. સાથે જ કોર્પો.માં તાત્કાલીક ધોરણે ડેપ્યુટેશન પર ફાયર અધિકારીઓ ફાળવવા પણ ધ્યાન દોર્યુ છે. 

આજે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજે સાંજે રાજકોટ શહેરના વિવિધ પ્રશ્નો, રજુઆતો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઇ રજૂઆત કરશે. 

આ મુલાકાતમાં રાજકોટ શહેરમાં બનેલ ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા-કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ, સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી, જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવેલ છે.

શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવા, માર્ગદર્શન મેળવવા, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંક, ભરતી  કરવા તેમજ દુધસાગર રોડ, ડેરીલેન્ડ ક્વાર્ટર્સ આકાશદીપ સોસાયટી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 50 વર્ષ જુના ત્રણ માળીયા ક્વાર્ટર્સ આવેલ છે. જેના 696 જેટલા ક્વાર્ટર્સ સંપૂર્ણ ભયગ્રસ્ત અને જર્જરિત હાલતમાં હોઈ, જે ક્વાર્ટર્સ ખાલી કરવા સંબંધિત મિલકતધારકોને નોટીસ પાઠવવામાં આવેલ છે.

જે બાબતે મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરી, ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ અવગત કરવામાં આવેલ છે. મનપા બોર્ડને આવાસ આપી શકે છે, બોર્ડ દ્વારા માંગણી આપવામાં આવે તો આ અંગે વિચારાશે તેમ જણાવાયું છે.

આ ક્વાર્ટર્સધારકો તરફથી કોર્પો. અલગ અલગ રજુઆતો મળેલ છે. આમ, મહાનગરપાલિકા લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવનાર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj