લોખંડ-લાકડાની ફ્રેમનાં સ્ટ્રકચર ઉપર ઉભા કરાયેલા શહેરનાં જોખમી રેસ્ટોરન્ટ-હોટલોમાં તાકીદે ચેકીંગ કરાવા

Local | Rajkot | 30 May, 2024 | 04:09 PM
દસ્તાવેજો અને લાયસન્સોની પણ ચકાસણી કરવા શહેર અને પ્રદેશ કોંગ્રેસની પોલીસ કમિશ્ર્નરને રજૂઆત
સાંજ સમાચાર

રાજકોટ,તા.30

રાજકોટ શહેરમાં ગેમઝોન તેમજ લોખંડ લાકડાનાં ફ્રેમ સ્ટ્રકચર ઉપર ઉભા કરવામાં આવેલા કામચલાઉ ખાણી-પીણીની હોટલોના જરૂરી દસ્તાવેજો અને લાયસન્સો ચેક કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિનાંએ ગાયત્રીબા વાઘેલા અને શહેરકોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવેલ હતું કે શહેર પોલીસ કમિશ્ર્નર એરીયામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન યુનિ.પોલીસ સ્ટેશન, માલવીયા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, કુવાડવા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં આ પ્રકારના ગેમઝોનો તેમજ ફેમ સ્ટ્રકચર ઉપર ઉભા કરાયેલી હોટલો ચલાવવામાં આવી રહી છે.

પોલીસ સ્ટેશનનો વાઈઝ ટીમ બનાવી આ પ્રકારના એકમોની તપાસ કરવામાં આવે અને જરૂરી દસ્તાવેજો મંજૂરીઓ અને લાયસન્સોની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.આ પ્રકારના એકમો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કયારથી ચલાવવામાં આવતા હતા? અને તેમનાં દ્વારા પોલીસ વિભાગ પાસે નિયમોનુસાર મેળવવાની મંજુરીકયારે મેળવવામાં આવી હતી. તેની જીણવટ ભરી તપાસ થતા કરવામાં આવે.

તેવી માંગ કરાઈ છે.જયારે આ પ્રકારના એકમોમાં કોઈ જવલનશીલ પદાર્થ પેટ્રોલ-ડીઝલ-ગેસના બાટલાઓ કે પ્રતિબંધીત જવલનશીલ પદાર્થોનો ઉપયોગ કે સંગ્રહ કરવામાં આવતો હતો કે કેમ? અને તે મંજુરીને પત્ર છે કે નહી ? તે બાબતની તપાસ પણ કરવામાં આવે.આ પ્રકારના એકમોને મંજૂરી આપવા બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનના કયા સક્ષમ અધિકારી દ્વારા મંજૂરી માટેન અભિપ્રાય આપવામાં આવેલ હતો.તે બાબતની ઉચ્ચ અધિકારી મારફત તપાસ કરવામાં આવે અને આ પ્રકારના એકમો જે પોલીસ સ્ટેશન એરીયામાં ચાલતા હોય અને તેમના દ્વારા જો નિયમ અનુસાર મંજુરી મેળવવામાં આવેલ ન હોય તેવા એકમોના માલિકો સામે નિયમો અનુસાર ગુનો નોંધવામાં આવે છે.આવા એકમો લાંબા સમયથી ચલાવવામાં આવતા હોવા છતાં સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હોય તો સંબંધીત પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સામે તેમની ફરજ, બેદરકારી સબબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj