કર્મચારીઓની સ્વાસ્થ્ય જાળવણી માટે વિવિધ કંપનીઓ કાર્યસ્થળને સ્વસ્થ બનાવવાના માર્ગે

India | 21 May, 2024 | 05:01 PM
કર્મચારીઓ માટે ઓફિસનું વાતાવરણ ગાર્ડનમાં પરિવર્તિત કરવામાં આવેલ છે : ઘણી કંપનીઓએ ઓફિસમાં મેડિટેશન રૂમ પણ ચાલુ કરેલ છે : ઘણી કંપનીઓએ તનાવમુકત થવા થોડા સમય વિરામ માટે પણ આપ્યો છે
સાંજ સમાચાર

નવી દિલ્હી : કાર્યસ્થળમાં કર્મચારીઓ માટે ફિટ રહેવું સૌથી વધુ જરૂરી છે. કોરાના રોગચાળાને કારણે લાંબા સમય સુધી સમસ્યાઓનો સામનો કર્યા પછી કંપનીઓ વર્કપ્લેસને સ્વસ્થ અને કર્મચારીઓ માટે સારી જગ્યા બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. 

ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ડયુસ બેંક, સિપ્લા, એડવોકા, અપગ્રેડેશન, બીટો, સેકલોર,  ડ્રીમ સ્પોર્ટસ અને નિન્જાકાર્ટ જેવી કંપનીઓ ઓફિસમાં મેડીટેશન માટે રૂમ બનાવી રહી છે.

ઓફિસમાં પાણી અને ખોરાકની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે. ખુબ જ લાઇટવાળી ટયુબલાઇટની જગ્યાએ કુદરતી અથવા વોર્મ એલઇડી લાઇટીંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે ગયા મહિને ફિટનેસ ટેકનોલોજી કંપનીએ એક રીપોર્ટ જાહેર કર્યો છે તે મુજબ ભારતની લગભગ 45 ટકા વસ્તી આરોગ્યપ્રદ બનવાના જોખમનો સામનો કરી રહી છે. આનાથી માત્ર વ્યકિતગત, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર જ નકારાત્મક અસર થતી નથી. પરંતુ તે કાર્યસ્થળની ઉત્પાદકતામાં પણ ઘટાડો કરે છે.

ડોઇશબેંકે પોતાના કર્મચારીઓને તનાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી વિરામ આપ્યો છે અથવા તમારા મુડને કુદરતી  રીતે સુધારવામાં મદદ કરવા માટે મેડીટેશન રૂમ બનાવ્યા છે. તે રીતે સીપ્લાએ તેની ઓફિસોને બગીચા જેવું વાતાવરણમાં પરિવર્તિત કરેલ છે.

‘સિપ્લા’ના ગ્લોબલ ચીફ પીપલ ઓફિસર રાજુ મિસ્ત્રીએ જણાવ્યું કે અમે સમગ્ર કાર્યસ્થળને વોર્મ એલઇડી લાઇટસનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યુ છે તે ઉત્પાદકતા વધારવા માટે સાબિત થયું છે.તેમ ‘એડબ’એ બ્રેકઆઉટ સ્ટ્રેચિંગ સત્રો તેમજ ગ્રુપ એર્ગોનોમિક થેરાપી સેશન્સ પણ શરૂ કર્યા છે.

‘બીટો’ પણ ધીમે ધીમે કાર્યસ્થળમાં વધુ કુદરતી પ્રકાશનો સમાવેશ કરવા તરફ આગળ વધી રહ્યું છે.‘સેકલોર’એ તનાવ મુકત વાતાવરણ બનાવવા માટે ઓફિસમાં એક નાનો ફિટનેસ વિભાગ બનાવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj