મુંબઈ: ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ સાથે, વરૂણ ચક્રવર્તી 82 ઈનિંગ્સમાં IPL માં 100 વિકેટ લઈ આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી સ્પિનર બન્યો. તેની 100 વિકેટમાંથી 99 વિકેટ કોલકાતા નાઈટ રાઇડર્સ માટે છે, જ્યારે તેની પાસે પંજાબ કિંગ્સ માટે એક પણ વિકેટ નથી.
બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 18 રનમાં બે વિકેટ લેનાર કોલકાતા નાઈટ રાઈડર્સના મિસ્ટરી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ મોટી સિદ્ધિ મેળવી છે. 33 વર્ષનો વરૂણ IPL માં ફાસ્ટેસ્ટ 100 વિકેટ લેનાર સ્પિનર બન્યો છે.
82 ઈનિંગ્સમાં તેણે આ કમાલ કરીને યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન, અમિત મિશ્રાનો 83 ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો છે. ઓવરઑલ રેકોર્ડ લિસ્ટમાં તે કેગિસો રબાડા (64 ઇનિંગ્સ) જેવા ફાસ્ટ બોલર્સ બાદ પાંચમા ક્રમે છે.
ચક્રવર્તીને તેની મેચ-ફીના 25 ટકા દંડ ફટકારાયો
ચેન્નઈ સુપર કિંગ્સ માટે બાવીસ વર્ષનો ડેવોલ્ડ બ્રેવિસ (પચીસ બોલમાં બાવન રન) IPL ફિફટી ફટકારનાર યંગેસ્ટ વિદેશી પ્લેયર બન્યો હતો. તેની વિકેટ લીધા બાદ વરૂણ ચક્રવર્તીએ તેને મેદાન છોડી દેવાનો સંકેત આપ્યો હતો. આ હરકત બદલ વરૂણને તેની મેચ-ફીના પચીસ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy