2012ના કેગના રિપોર્ટમાં ગેરરીતિ અંગે તાકીદ કરવામાં આવી હતી

1091 કરોડની વાહન ટેક્ષ વસુલાત 13 વર્ષથી બાકી : PAC ને પણ અધિકારીઓ ગાંઠતા નથી

Gujarat | Rajkot | 21 April, 2025 | 11:50 AM
1654 પેન્ડીંગ ઓડીટ કવેરી - 410 ઓડીટ રિપોર્ટ છતા ટ્રાન્સપોર્ટર પર વાહનવ્યવહાર વિભાગ પગલા લેતુ નથી : ધારાસભ્યના અધ્યક્ષ પદ હેઠળની જાહેર હિસાબ સમીતીએ સૂચવેલી નવી વ્યવસ્થા અંગે પણ મૌન
સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાતમાં એક તરફ ધમધોખતા તાપમાં પણ ટ્રાફિક પોલીસ હેલ્મેટ નહી પહેરતા કે પછી સામાન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતા નાગરિક પાસેથી સ્થળ પર જ દંડ વસુલે છે પણ બીજી તરફ રાજયના વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટર વ્હીકલ એકટના નિયમોનો ભંગ કરનાર મોટા ટ્રાન્સપોર્ટ એકમો પાસેથી રૂા.1041 કરોડનો નિશ્ચિત થયેલી પેનલ્ટી પણ વસુલ કરી નથી.

આ પેનલ્ટી બીજા કોઈ નહી કોમ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) અને ગુજરાત સરકારની જ ધારાસભા મારફત બનતી જાહેર હિસાબ સમીતી સમક્ષ પણ જૂઠાણા આ વિભાગે ચલાવ્યા હતા. હાલમાં જ રજુ થયેલો કેગ રિપોર્ટ જે ભાગ્યે જ વિધાનસભામાં ચર્ચામાં આવે છે.

સરકારના ભ્રષ્ટાચારથી લઈને ગેરવ્યવસ્થા છુપાઈ જ રહે છે. તેમાં આ ઘટસ્ફોટ થયો છે. તા.30 જૂન 2012ના કેગના રિપોર્ટમાં 1654 પેન્ડીંગ ઓડીટ નિરિક્ષણો અને 410 ઓડીટ રિપોર્ટનો ઉલ્લેખ કરીને વાહન ટેક્ષમાં જે વ્યાપક ગેરરીતિ વાહનવ્યવહાર વિભાગના મારફત થઈ હતી તેમાં રૂા.1091.74 કરોડ વસુલવા માટે આદેશ અપાયો હતો. પણ એક દશકાથી વધુ સમયથી ટ્રાન્સપોર્ટ વિભાગે ગત વર્ષે સપ્ટેમ્બર 2024માં જવાબ આપ્યો પણ શા માટે આ વસુલાત થઈ નથી.

તેનો સીધો જવાબ આપ્યો ન હતો. આ બાદ જાહેર હિસાબ સમીતીએ એક નહી બે-બે વખત આ માટે જવાબદાર અધિકારીઓ સામે કામ લેવા આદેશ આપ્યો હતો પણ હજું સુધી કોઈ પગલા લેવાયા નથી. આમ વિધાનસભાની કમીટીને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા છે.

હવે જાહેર હિસાબ સમીતીએ આ પ્રકારની સ્થિતિમાં કામ લેવા કોઈ યોગ્ય કાર્યપ્રણાલી ગોઠવવા સૂચના આપી છે અને તેનો જવાબ કે શું પગલા લેવાયા છે કે લેવાઈ રહ્યા છે તે પણ જાહેર કરવાની વાહન વ્યવહાર વિભાગે પરવા કરી નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj