વેરાવળ વાંઝા દરજી સમાજની ઉજેણી યોજાઈ: સમિતિના પ્રમુખો, પટેલો અને પ્રતિનિધિઓનું સન્માન કરાયું

Local | Veraval | 11 June, 2024 | 12:48 PM
સાંજ સમાચાર

વેરાવળ,તા.11
વેરાવળ વાંઝા દરજી સમાજ પ્રમુખ મોહનભાઈ ધેરવડા, ઉપપ્રમુખ કિશોરભાઈ ચાવડા અને જ્ઞાતિના કમિટી મેમ્બરના માર્ગદર્શન હેઠળ શ્રી યુવા હિંગળાજ યુવક મંડળ દ્વારા ઝાલેશ્વર ખાતે આવેલ દરિયા કિનારે પૌરાણિક રામદેવજી મહારાજનું મંદિર ખાતે આયોજન આવેલ જેમાં વેરાવળ પાટણ ભાલકા ભીડીયામાં રહેતા જ્ઞાતિજનો ઉજવણીમાં  જોડાયેલ હતા. રામદેવજી મહારાજની ધ્વજાપૂજા બપોરના શિરામણી અને દાંડિયારાસનું આયોજન કરવામાં આવેલ તેમજ સાંજે સમૂહ ભોજન પણ રાખવામાં આવેલ હતું. આ ઉજણીનું સફળ સંચાલન યુવા હિંગળાજ યુવક મંડળના પ્રમુખ કેતનભાઇ એન.ચાવડા, ઉપપ્રમુખ દીપેનભાઈ પી.વઢવાણા, મંડળના સભ્યોએ કરેલ હતું.

આ તકે સમાજના ગોર નીતિનભાઈ પાઠક, પ્રભાસ પાટણ વાંઝા સમાજના અગ્રણી સુભાષભાઈ વૈયાટા, તાલાળા વાંઝા સમાજના પ્રમુખ ભીખુભાઈ વઢવાણા, મહેશભાઈ જેઠવા વેરાવળ, દિપકભાઈ પરમાર, ભાવેશભાઈ ચાવડા માંગરોળ, આદ્રી ચાવડા સમાજના પ્રમુખ કનકભાઈ ચાવડા, ચોરવાડ પ્રતિનિધિ હિતેષભાઇ, પ્રાંચી મોહનભાઈ જેઠવા સહિત જિલ્લા સમિતિ વાંઝા સમાજના પ્રમુખો પટેલો અને પ્રતિનિધિઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj