(સાગર સોલંકી દ્વારા)
જૂનાગઢ,તા.15
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિના કુલપતિ ડો.અતુલ બાપોદરા દ્વારા અધ્યાપકોના પ્રશ્ર્નો હકારાત્મક અભિગમથી ઉકેલ લવાયો છે.આ અંગે જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ઉચ્ચ શિક્ષા સંવર્ગ, ગુજરાતના સિનીયર ઉપાધ્યક્ષ બલરામ ચાવડાની એક યાદી પ્રમાણે ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અને કોલેજ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્ર્નોે અને સમસ્યાને વાચા આપતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્યના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે.
તાજેતરમાં આધ્યાપકોને ગત વેકેશનમાં રજાના દિવસો ઓછાં મળેલ જેના અનુસંધાને શૈક્ષિક મહાસંઘે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂઆત કરેલ પરિણામે આ સત્રમાં દિવસ 3 ની રજાનો લાભ આપતો પરીપત્ર રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલ જેથી યુનિ. સલગ્ન કોલેજના આચાર્યો અને અધ્યાપકોએ આંનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
એ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટી પરીક્ષાઓના મહેનતાણામાં વધારો નહોતો કરેલ એ બાબતે કુલપતિશ્રી ડો.અતુલ બાપોદરાને રજૂઆત કરતા એમણે એક કમિટીની રચના કરેલ જેમાં પ્રિ.ડો.રાજેશ ભટ્ટ પ્રિ.ડો.જેસિંગ વાંજા ,પ્રિ,દિનેશ દઢાણીયા,પ્રિ.જમકુબેન સોજીત્રા અને પ્રિ.બલરામ ચાવડાની નિમણુક કરેલ તેઓએ અન્ય યુનિવર્સિટીના રેમ્યુનેસનનો અભ્યાસ કરી અને એક વ્યવસ્થિત અહેવાલ પરીક્ષા નિયામકને સોપેલ જેના અનુસંધાને કુલપતિશ્રી અને ઈ.સી.મેમ્બર અને બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો દ્વારા હાકારાત્મક અભિગમ સાથે પરીક્ષાઓના મહેનતાણામાં યોગ્ય વધારો કરેલ જેને આચાર્ય સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ઉચ્ચ શિક્ષા સંવર્ગ, કોલેજ અને યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy