ઉના, તા.15
ભાવનગર રોડ પર આવેલા હાઈવે થી માર્ગ પર આવતાં ઊના તાલુકાના કાણકબરડા ગામ ને જોડતો માર્ગ પર ડામર પાથરવા હાઇવે ઓથોરિટી ભૂલી ગઈ કે શું? એવી લોકો ચર્ચા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
ઘણાં લાંબા સમયથી ભાવનગર સોમનાથ હાઈવે પરથી આવતાં ગામો નાં નીચે ઉતરતા તમામ રસ્તાઓને ડામરથી મઢવામાં આવ્યા છે પણ કાણકબરડાના પાટીયા પાસે નીચે ઉતરતા ગામ તરફ જવા માટેના રસ્તામાં હજી સુધી ડામર સપાટીનાં રસ્તા કાચાં અને ધુળીયા પડ્યા હોય ગ્રામજનોને પોતાના નાનાં મોટાં વાહનો ચલાવવા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ ડામર પાથરવા માં નહીં આવતાં રસ્તો હજી બનાવવામાં આવ્યો નથી જેના કારણે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે શરૂં કરી દીધાં ને એક વર્ષ જેવો લાંબો સમય વિત્યા બાદ પણ કારણકબરડા ગામ ને જોડતો રસ્તો બિસ્માર બનતાં લોકોમાં ચર્ચા જાગી છે કે બધા રસ્તા ડામરથી મઢાઈ ગયા હોય અને કાણકબરડા ગામના અંદર જવાનો રસ્તો બાકી હોય તે હાઇવે ઓથોરિટી નાં એજન્સી દ્વારા આ માર્ગ ભૂલી ગઈ છે કે શું?
કે પછી હાઈવે ઓથોરિટી ની આળસ ના કારણે ડામર કામ નથી થતું તેવી લોકોમાં ચર્ચા જાગી છે કાણકબરડા ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રસ્તામાં ડાંબર પાથરવામાં આવે તો વાહન ચાલક ની મુશ્કેલી નો અંત આવે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy