ભયંકર ગરમીનો આખરે છુટકારો જોઇતો હોય તો આ સ્થળોએ મુલાકાત કરો

India, Off-beat | 28 May, 2024 | 12:17 PM
સાંજ સમાચાર

ઉનાળાની કાળઝાળ ગરમી, ભેજવાળી હવા અને પરસેવાથી લહેરાતા શહેરોથી દૂર ભારતમાં કેટલાક એવા સ્થળો છે જે આ ઉનાળાની ઋતુમાં પણ લીલીછમ ખીણો, ઠંડી હવા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં જઈને તમે તમારી જાતને પ્રકૃતિની ગોદમાં જોશો અને શાંતિની છાયામાં ગરમીને અલવિદા કહી શકશો.

 

♦ જુલુક, સિક્કિમ
Beautiful village at the lap of silk route - Reviews, Photos - Zuluk  Wildlife Area - Tripadvisorજુલુક ભારતના સિલ્ક રૂટ પર આવેલું એક નાનું અને શાંત પર્વતીય શહેર છે. સિક્કિમના પૂર્વ જિલ્લામાં આવેલું આ ગામ દરિયાની સપાટીથી આશરે 3,000 મીટર (10,000 ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે અને તે તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. તે બરફથી ઢંકાયેલ હિમાલયના પર્વતો, ગાઢ જંગલો, ધોધ અને લીલીછમ ખીણોથી ઘેરાયેલું છે.

શહેરની ધમાલથી દૂર શાંતિ અને એકાંતની શોધ કરનારાઓ માટે આ શહેર એક આદર્શ સ્થળ છે. અહીં ઘણા બૌદ્ધ મઠો અને મંદિરો છે, જેમાંથી સૌથી પ્રસિદ્ધ જૂનું બાબા મંદિર છે. અહીં આવીને તમને સિક્કિમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ જોવાનો મોકો મળશે.

♦ ઝીરો, અરૂણાચલ પ્રદેશ
Ziro - Indiaઝીરો ખીણ એપાટાની નામની આદિજાતિનું ઘર છે. અહીં ચોખાના ખેતરોથી લઈને લાકડાના પરંપરાગત ઘરો સુધી, તે અપાર સૌંદર્યને સમાવે છે. તે બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરો, લીલીછમ ખીણો અને ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. અહીં તમને ઊંચા પહાડો, ભવ્ય ધોધ, લીલાછમ ગોચર અને શાંત તળાવો જોવા મળશે. ઝીરો એ ટ્રેકિંગ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં ઘણા સુંદર ટ્રેકિંગ રૂટ છે, જે ગાઢ જંગલો, ઊંચા પર્વતો અને આકર્ષક નજારોમાંથી પસાર થાય છે.

ઝીરોના જંગલોમાં ચિત્તા, લાલ પાંડા, કસ્તુરી હરણ અને વિવિધ પક્ષીઓ સહિત વિવિધ પ્રકારના વન્યજીવો જોવા મળે છે. ઝીરોથી લગભગ 32 કિલોમીટર દૂર સ્થિત, તાલ વેલી અન્ય એક સુંદર સ્થળ છે જ્યાં તમે ઘોડેસવારી અને ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. ઝીરોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો છે.

♦ ગોકરણ, કર્ણાટક
Gokarna, Karnataka | A pocketful of sand | Mintગોકરણ ગામ તેના સુંદર દરિયાકિનારા, પ્રાચીન મંદિરો અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. ગોકરણ, - હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ માનવામાં આવે છે, અને ભગવાન શિવને સમર્પિત છે. ગોકરણ બીચ અહીંના સૌથી પ્રસિદ્ધ બીચમાંથી એક છે જે સ્વિમિંગ, સનબાથિંગ અને મેડિટેશન માટે જાણીતું છે. અહીંનો ઓમ બીચ તેના અનોખા આકાર માટે પ્રખ્યાત છે, જે હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીક ’ઓમ’ જેવું લાગે છે. જ્યારે, કુડલે બીચ તેની શાંતિ અને એકાંત માટે જાણીતું છે, જે પ્રકૃતિ પ્રેમીઓમાં લોકપ્રિય છે.

અહીંનું મહાબળેશ્વર મંદિર, ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર, ગોકરણનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. ગોકરણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે છે, જ્યારે હવામાન સુંદર અને સની હોય છે.

♦ નાગર (હિમાચલ પ્રદેશ)
29 Places to visit in Kullu India 2024 | Best Tourist placesનાગર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્થિત એક સુંદર પહાડી શહેર છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્વ અને કલાત્મક વારસા માટે જાણીતું છે. અહીં આવીને તમે ઈતિહાસની બારીમાં પણ ડોકિયું કરી શકો છો. અહીંના નાગર કિલ્લાનું નિર્માણ 16મી સદીમાં થયું હતું. આ કિલ્લો હવે હેરિટેજ હોટલ છે. આ રશિયન ચિત્રકાર નિકોલસ રોરીચનું ઘર છે જે હવે મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. રોહતાંગ દરા તેના બરફથી ઢંકાયેલ શિખરો અને મનોહર દૃશ્યો માટે પ્રખ્યાત છે, નાગ્ગરથી રોડ દ્વારા પહોંચી શકાય છે જયાં અહીં તમે બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો.

♦ મલાણા, હિમાચલ પ્રદેશ
What to See And Do in The Mysterious Town of Malana | India.comમલાણા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને અનોખું ગામ છે. તે તેની અનન્ય સંસ્કૃતિ અને રહસ્યમય માન્યતાઓ માટે જાણીતું છે. મલાણાના રહેવાસીઓ પોતાને જમલુુ ઋષિના વંશજ માને છે અને તેમની પરંપરાઓનું પાલન કરે છે. મલાણામાં જમલુ દેવતાને સર્વોચ્ચ માનવામાં આવે છે અને ગામની તમામ પ્રવૃત્તિઓ તેમની ઈચ્છા મુજબ જ થાય છે. અહીંના લોકો કનાશી ભાષા બોલે છે જે વિશ્વની અન્ય કોઈ ભાષા જેવી નથી. તેમની સંસ્કૃતિ પણ અનન્ય છે અને તેઓ પોતાને બહારની દુનિયાથી અલગ રાખે છે. તેની પોતાની કાનૂની વ્યવસ્થા છે જે સદીઓ જૂની છે. તે તેના શાંત વાતાવરણ, સુંદર કુદરતી દૃશ્યો અને વિશિષ્ઠ સંસ્કૃતિ માટે પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવીને તમે હિમાલયની ગોદમાં વસેલા આ અનોખા ગામનું જીવન અને સંસ્કૃતિ નજીકથી જોઈ શકો છો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj