(હિતેશ ગોસાઈ) જસદણ, તા.10
જસદણના આજે દેશપ્રેમી રક્તદાતાઓએ પોતાનું રક્ત દેશ માટે આ કટોકટીની ઘડીમાં ઉપયોગમાં આવે તે માટે ખાસ સમય ફાળવી રકતદાન કરી દેશપ્રેમ છલકાવ્યો હતો.
રકતદાન કેમ્પ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના વડપણ હેઠળ જિલ્લાભરમાં રકતદાન કેમ્પોનું આયોજન પૈકી જસદણ શહેરમાં આજે બીજી વખત થયું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
જેમાં દુનિયાના અનેક દેશોમાં પાકિસ્તાની આતંકવાદીઓએ અત્યાર સુધીમાં હજજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધાં છે તેના પર લગામ લગાવવા આપણા દેશના ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાન સામે યુદ્ધ આદરી આંતકવાદ નેસ્તનાબુદ થાય તે માટે રાત દિવસ ઉજાગરા કરી દેશના આ નરબંકાએ થોડાં કલાકોમાં આંતકવાદીઓના આકાઓને રીતસર ધ્રુજાવી દીધાં છે.
ત્યારે અમે દેશ માટે ફૂલ નહી તો પાંખડી રુપે યોગદાન આપ્યું છે. નગરપાલિકાના સભ્યો તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ રક્ત આપી આયોજકોને ગર્વભેર શાબાશી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy