જગ્યાના માલિક કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજુર

ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી ત્યારે ગેસના બાટલા હતા, સિલિન્ડર કોણે સપ્લાય કર્યાં?

Crime | Rajkot | 29 May, 2024 | 04:39 PM
♦પોલીસે રિમાન્ડ રિપોર્ટ મુકતા તેમાં ખુલાસો થયો, કેટલા બાટલા હતા, શું આ સિલિન્ડર બ્લાસ્ટ થયા’તા : તેના ધડાકાથી જ ગેમઝોનનો માચડો ધ્વસ્ત થયો હતો?
સાંજ સમાચાર

♦ટીઆરપી ગેમઝોનનું લાયસન્સ ધવલ કોર્પોરેશનના નામથી છે, ધવલ પુરી માહિતી જાણતો હોવાની શક્યતા

રાજકોટ, તા.29
ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે ગેસના બાટલા હતા. તેવી વિગતો સામે આવી છે. આ ગેસ સિલિન્ડર કોણે સપ્લાય કર્યાં હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ધવલ ઠક્કરનો રિમાન્ડ રિપોર્ટ મુકતા તેમાં ખુલાસો થયો છે. કેટલા બાટલા હતા, શું આ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા? તેના ધડાકાથી જ ગેમઝોનનો માચડો ધ્વસ્ત થયો હતો? વગેરે સવાલો જાણવા તપાસ થઈ રહી છે. આ તરફ આરોપી કિરીટસિંહ જાડેજા કે જે ગેમઝોનની જગ્યાના માલિક છે તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ મંગાતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

ધવલ ઠક્કરને રજૂ કરેલ ત્યારે પોલીસે તપાસના મુદ્દામાં જણાવેલ કે, આરોપી તપાસમાં સહકાર આપતો નથી. ફર્યુ ફર્યુ બોલે છે. દરેક વાતના જવાબમાં આગમાં નાસ પામેલની હકિકત જણાવે છે. આરોપીએ જરૂરી લાયસન્સ મેળવેલ હતા કે કેમ? જો મેળવેલ હોય તો કોના નામની અરજી કરેલ તે બાબતે વિગતવારની તપાસ કરવાની છે. બનાવવાળી જગ્યાએ વેલ્ડીંગ કામ ચાલુ હતુ તે વેલ્ડીંગ કામ કરનાર માણસોની તપાસ કરવા માટે આરોપીની હાજરીની જરૂરીયાત છે.

બનાવવાળી જગ્યાએ કેટલા ગેસના બાટલાઓ હતા તે બાટલા કોણ લાવેલ હતું. તે અંગે તપાસ માટે આરોપીની હાજરીની જરૂરીયાત છે. બનાવ બનેલ તે ગેમઝોનમાં કારનો ઉપયોગ થતો હોય જે કારમાં ફયુલમાં પેટ્રોલ ભરવામાં આવતુ હોય તે પેટ્રોલના સ્ટોરેઝ માટેની શું વ્યવસ્થા હતી પેટ્રોલ ખરેખર કયાંથી લાવતા હતા કોણ લેવા જતુ હતુ? ગેમઝોનના પ્રોપરાઇટ, ભાગીદારો, વહીવટ મેનેજમેન્ટ ચલાવનારના બેંક ખાતાની માહીતી મેળવવા તેમજ ગેમઝોનમાં ઓનલાઇન ગ્રાહકો પાસેથી લેવામાં આવતા રૂપિયા કયા કયા ખાતામાં લેવામાં આવતા હતા તે અંગે તપાસ કરવાની છે. ધવલના નામે ટીઆરપી ગેમઝોનનું લાયસન્સ ધવલ કોર્પોરેશનથી છે. જેથી આરોપી ગેમઝોનની પુરી માહિતી જાણતો હોવાની શક્યતા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj