સ્ટેટસ મુકવા મામા- ભાણેજ વચ્ચે બઘડાટી

રાણાવાવમાં રહેતાં યુસુફ રફાઈને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

Local | Rajkot | 11 June, 2024 | 04:52 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.10

રાણાવાવમાં સ્ટેટસ મુકવા બાબતે મામાં ભાણેજ વચ્ચે બઘડાટી બોલી હતી. ભાણેજને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી સાઇરાબેન આમદસા રફાઇ (ઉ.વ 45, રહે. પોરબંદર આશાપુરા ચોક પાસે) એ આરોપી તરીકે તેનાં મોટાભાઈ ફિરોજશા આદમશા રફાઈ, તેમની પત્ની ફતમાબેન ફિરોજશા,તેમનાં દિકરા ફેજલશા ફિરોજશા, અસરફશા ફિરોજશા, સબિરશા ફિરોજશા તથા તેમની દીકરી અફસાના અને તેનો જમાઈ નાસીરભાઈ નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું કે મારા લગ્ન જામનગર થયાં હતાં. જ્યાં છૂટાછેડા થઈ ગયા છે. અને સંતાનમાં એક દીકરો યુસુફ છે.

જે રાણાવાવ રહે છે. મારા મોટા ભાઈ ફીરોજભાઈ કે જે રાણાવાવ રહે છે જેના દિકરા ફેજલશાહએ તેના ફોનમાં મને લાગુ પડતુ સ્ટેટસ મુકેલ હોય જેથી મે પણ તેની સામે તેને લાગુ પડે તેવુ સ્ટેટસ મુકેલુ હતુ. તા 09/06/2024 ના સાંજના સાતેક વાગ્યે હુ તથા મારો દિકરો રાણાવાવમાં તેના ઘરે આવેલ. બાદ યુસુફના ઘર પાસે ફળીયામાં હુ તથા મારો દિકરો બેઠા હતા. ત્યારે મારો ભાઈ ફીરોઝશા આમદશા મારી પાસે આવેલ અને મને કહેલ કે તુ અમારા વિશે સ્ટેટસ મુકે છે.

જેથી મે કહેલ કે તારો દિકરો ફેજલે અમને લગતુ સ્ટેટસ મુકેલ હતુ.જેથી મે પણ મુકેલ હતુ. તેમ કહેતા ફીરોજ એકદમ ઉશ્કેઇ જઈ અપશબ્દો બોલવા લાગતા ત્યા તુરંત જ તેના દિકરા ફેજલશા ગુપ્તી સાથે તથા અશરફશા, સબીરશા પાઇપ સાથે તથા ફીરોજશાની પત્નિ ફાતમાબેન અને તેની દિકરી અફસાના અને તેનો જમાઈ નાસીરએ ત્રણેય ધોકા સાથે ઓચીંતા આવેલ. અને ફેજલશાએ ગુપ્તીનો ઘા મારા દિકરા ગુસુફના માથામા મારી દેતા હુ તેને બચાવવા વચ્ચે પડતા ફીરોજના દિકરાઓ અને તેમની પત્નિ તથા દિકરી અને તેનો જમાઇ ધોકા અને પાઇપ વડે મને અને મારા દીકરાને મારવા લાગેલ. દેકારો થતા આ બધાં ત્યાંથી ભાગી ગયેલ. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં રાણાવાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે યુસુફને પોરબંદર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. બનાવ અંગે રાણાવાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj