નવીદિલ્હી,તા.9
રોહિત શર્માની રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે પસંદગીકારો માટે મોટો પડકાર ટીમ ઈન્ડિયાના ઓપનરની પસંદગી કરવાનો રહેશે. બે વર્ષ દરમિયાન મોટા ભાગના સમય સુધી યુવા યશસ્વી જયસ્વાલે રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરી છે. કેએલ રાહુલ, શુભમન ગિલ, સાઈ સુદર્શન અને અભિમન્યુ ઇશ્વરન પણ યશસ્વીના નવા ભાગીદાર બનવાની રેસમાં સામેલ થશે.
ભારતીય ટીમ 20 જૂને ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી સાથે નવી ડબલ્યુટીસી ચક્રની શરૂઆત કરવાની છે. હવે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ કોના પર દાવ ખેલે છે, તે જોવાનું રહેશે. રાહુલે યશસ્વીની સાથે રોહિતની ગેરહાજરીમાં 2024-25માં ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓપનિંગની જવાબદારી સંભાળી લીધી છે.
આ સાથે જ ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત એક ઓપનર સાથે કરી હતી. સુદર્શન ટેસ્ટ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ડોમેસ્ટીક ક્રિકેટમાં સારો દેખાવ કરનારો ઇસ્વરન હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.
રાહુલ સૌથી આગળ
કે.એલ.રાહુલે વિકેટકીપર બેટ્સમેને પોતાની 58માંથી 48 ટેસ્ટ ક્રમમાં ટોચ પર રમી છે. તાજેતરમાં જ તેને મિડલ ઓર્ડરમાં પડતો મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહતો.
ત્યાર બાદ પર્થમાં રાહુલે યશસ્વી સાથે ઈનિંગનો પ્રારંભ કર્યોનથી. ઈંગ્લેન્ડમાં ઓપનર તરીકેનો તેનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે આઠ ટેસ્ટમાં 37.31ની એવરેજથી 597 રન ફટકાર્યા છે.
ગિલ રેસમાં સામેલ
બેટ્સમેન સાથે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 25 વર્ષીય પંજાબના સુકાનીએ હવે પોતાને ત્રીજા નંબર પર સ્થાપિત કરી લીધો છે. ઓપનર તરીકે ગિલની સરેરાશ 32.37ની છે. ત્રીજા નંબર પર રમ્યા બાદથી ગિલ સતત એક જ નંબર પર રમી રહ્યો છે.
સુદર્શન પાસે પણ તક
ગૌતમ, યશસ્વીની સાથે સુદર્શનને પણ અજમાવી શકે છે. સુદર્શન છેલ્લા બે વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સતત રન બનાવતો રહ્યો છે. ગત વર્ષે ત્રણ વન ડેમાં તેણે બે અડધી સદી સાથે 63.50ની સરેરાશથી 127 રન ફટકાર્યા હતા. સુદર્શન હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં 150થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે.
ઇશ્વરનની વધતી જતી પ્રતીક્ષા
બંગાળનો આક્રમક બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરન ઘણી વખત ટેસ્ટ ટીમનો ભાગ બની ચૂક્યો છે પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી. તાજેતરમાં જ તે ઓસ્ટ્રેલિયા સામે પણ ટીમમાં હતો. તેણે 101 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.87ની એવરેજથી 7,674 રન ફટકાર્યા છે. આ વખતે પણ સુદર્શન જીતે તો નવાઈ નહીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy