રાજકોટ,તા.19
આજરોજ બપોરે રાજકોટમાં ફરી એકવાર હવામાન પલ્ટાની અસર દેખાઈ હતી.અને પવનનાં સુસવાટા વચ્ચે ધુળની ડાયરીઓ, ઉડી હતી.હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ દરિયાઈ તાપમાન અને જમીનનું તાપમાન વચ્ચે દબાણનાં ઉભા થયેલા તફાવતનાં કારણે આજે બપોરથી ઝડપી પવન ફુંકાઈ રહ્યો છે. અને હજુ બે દિવસ સુધી આવા ઝડપી પવનનું જોર રહેશે.
દરમ્યાન આજરોજ બપોરે 12.30 થી 1 કલાક વચ્ચે રાજકોટ શહેરમાં 30 થી 35 કિ.મી.ની ઝડપ સુધી પવન પહોંચી જતા શહેરભરમાં ધૂળની ડમરીઓ છવાઈ જતા વાહન ચાલકો હેરાન થયા હતાં.દરમ્યાન સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજરોજ બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. અને હવામાં ભેજ 16 ટકા રહ્યો હતો.
જયારે, પવનની ઝડપ 25 કી.મી.પ્રતિકલાક રહેવા પામી હતી.જયારે આજે સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 28.4 અને લઘુત્તમ તાપમાન 24- ડિગ્રી નોંધાવા પામ્યું હતું.જયારે સવારે હવામાં ભેજ 65 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી.રહેવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy