દિલ્હીની જીત સાથે રાજસ્થાન IPL-પ્લેઓફમાં પહોંચ્યું: લખનૌ 19 રનથી હાર્યું ; ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી, પોરેલ-સ્ટબ્સની ફિફ્ટી

India, Sports | 15 May, 2024 | 09:33 AM
સાંજ સમાચાર

દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. રવિવારે દિલ્હીની આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. તે જ સમયે, ડીસી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર આવી ગયો છે. બીજી તરફ લખનૌ 12 પોઈન્ટ સાથે 7મા નંબર પર છે. હવે એલએસજીએ 17મી મેના રોજ મુંબઈ સામે જીત મેળવવી પડશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. રવિવારે દિલ્હીની આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. તે જ સમયે, ડીસી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર આવી ગયો છે. બીજી તરફ લખનૌ 12 પોઈન્ટ સાથે 7મા નંબર પર છે. હવે એલએસજીએ 17મી મેના રોજ મુંબઈ સામે જીત મેળવવી પડશે.

લખનૌએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન જ બનાવી શકી હતી. ઈશાંત શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 34 રનમાં 3 વિકેટ લીધી હતી.

દિલ્હી ક્યારેય 200 કે તેથી વધુ સ્કોર કરીને હાર્યું નથી. ટીમે 13મી વખત 200+ના સ્કોરનો બચાવ કર્યો. આ સિઝનમાં 1125 સિક્સર ફટકારવામાં આવી છે. IPLની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો આ રેકોર્ડ છે.

ખેલાડીઓનું પ્રદર્શન: 
ડીસી તરફથી અભિષેક પોરેલે 33 બોલમાં 58 રન બનાવ્યા, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં અણનમ 57 રન બનાવ્યા. શાઈ હોપે 38 રન અને કેપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. નવીન-ઉલ-હકે 2 વિકેટ લીધી હતી. અરશદ ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.

LSG તરફથી નિકોલસ પુરને 61 રનની ઇનિંગ રમી હતી. અરશદ ખાને અણનમ 58 રન બનાવ્યા હતા. ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ અને ટ્રિસ્ટન સ્ટબ્સે એક-એક વિકેટ લીધી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj