(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા.23
સૌરાષ્ટ્રમાં ધોમધખતા તાપમાં પણ પીવાના પાણી તેમજ સિંચાઈ માટે તમામને પૂરતું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળિયાના પ્રયત્નોથી નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવહન પાઈપલાઈનો મારફત સૌરાષ્ટ્ર વિસ્તાર તથા ઉત્તર ગુજરાત વિસ્તાર માટે પીવાના તથા પૂરક સિંચાઈના હેતુસર કુલ 30689 એમ.સી.એફ.ટી.(869.02 એમ.સી.એમ. / 0.70 એમ.એ.એફ.) નર્મદાના પાણીના જથ્થાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર વિસ્તારને- "સૌની યોજના” અંતર્ગત પીવાના પાણી માટે 3120 એમ.સી.એફ.ટી. તથા સિંચાઈ માટે 13030 એમ.સી.એફ.ટી. એમ કુલ 16150 એમ.સી.એફ.ટી. (457.32 એમ.સી.એમ./0.37 એમ.એ.એફ.) પાણીનો જથ્થો નર્મદામાંથી આપવામાં આવશે આમ, સરકાર દ્વારા મા નર્મદાના નીરથી ઉનાળામાં પણ લોકોને ઘર-ઘર સુધી પૂરતું પાણી પહોંચાડવામાં આવશે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy