ઇન્વિન્સિબલના 19 સાહસિકોએ કર્યું પર્વતારોહણ

‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ના સંદેશા સાથે રાજકોટના યુવાઓએ લહેરાવ્યો 17300 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો

Local | Rajkot | 30 May, 2024 | 03:42 PM
2 મહિનાની તાલીમ મેળવ્યા બાદ 8 દિવસમાં માઉન્ટ ફ્રેન્ડશિપ સર કર્યું
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ભારત જ્યારે પોતાની વિશ્વગુરૂની ઓળખ વિશ્ર્વભરમાં બનાવી રહ્યું છે. જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના 19 સાહસિક યુવાઓની ટીમ દ્વારા ગત તા. 28 મે ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે. જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા ’નો ડ્રગ્સ કેમ્પેઇન’ નો સંદેશ આપ્યો હતો. 

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે. જેના દ્વારા આ યુવાઓને ર મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેકિટસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા

પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

ગત તા. 21 મે ના રોજ માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને ગત તા.28 મે ના રોજ સમિટ કરી 17300 ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે ’નો ડ્રગ્સ કેમ્પેઇન’ નો મેસેજ આપ્યો હતો. જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે. આ માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ 19 સાહસિક યુવાની ટીમમાં રાજકોટના નંદન માણેક, વિશ્વાસ હપાણી, સ્વયમ કાચા, દીપ હપાણી, પ્રિયા પટેલ નિશીલ ગર્દેશિયા, મયંક કાચા ઉપરાંત 12 યુવાઓએ ભાગ લીધો. આ પૈકી વત્સલ કથીરિયા. નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયમ કાચા, આશુતોષ મહેતા, હત પટેલ એ સફળતા પૂર્વક આરોહણ કર્યું. જ્યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોષી, મયુર બજાણિયા, નિશીલ ગર્દેશિયા, મયંક કાચા એ બીમાર પ્રતયોગીની મદદ માટે તે ટોચથી 150 ફીટ નીચે રહી ગયા અને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂરું પાડયું. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj