ખાંભાનાં નાના વિસાવદરમાં ઈલે.શોર્ટથી મહિલાનું મોત

Local | Amreli | 15 May, 2024 | 11:15 AM
બાબરાના ગમા પીપળીયા ગામે વેપારી પર છરીથી હુમલો કર્યો
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી,તા.15
ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે રહેતા શ્રીકાંતભાઇ રતીભાઇ ઠુંમર નામનાં 4પ વર્ષિય ખેડુતના કાકી સંગીતાબેન બાવચંદભાઇ ઠુંમર (ઉ.વ. પ0) તા.13 ના સવારના સાડા છ વાગ્યે નાના વિસાવદર ગામે પોતાના રહેણાંક મકાને છાશ ફેરવતા હોય તે દરમ્યાન અચાનક ઇલેકટ્રોનીક વલોણામાંથી શોક લાગતા સંગીતાબેન બાવચંદભાઇ ઠુંમરનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. 

બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામે રહેતા મોહિતભાઈ જગદીશભાઈ ભેડા નામનાં ર4 વર્ષિય વેપારી તા.13 ના સાંજ પ:4પ વાગ્યે પોતાની ફોરવ્હીલ નં.જી.જે. 13 સીસી ર901 લઈ કમુબેન તથા શુભમ સાથે હાથીગઢ ગામે હવનમાં જતા હતા. ત્યારે રસ્તામાં ગમાપીપળીયા ગામની બહાર હનુમાનજીની મઢી પાસે પહોંચેલ ત્યારે તે જ ગામે રહેતા આરોપી રામભાઈ  વાઢીયાના પિતા વિહાભાઈ પવનચક્કીનુંકામ રાખતા હોય અને તે પવનચક્કીના ઇલેકટ્રીક થાંભલા વેપારી યુવકના ખેતરના શેઢા ઉપર રાખેલા હોય જેથી વેપારી યુવકે થાંભલા કાઢવાનું કહેલ.

તેનું મન દુ:ખ રાખી તે જ ગામે રહેતા આરોપી રણજિતભાઈ વાઢીયા તથા રામભાઈ વાઢીયા પોત પોતાનું મોટર સાયકલ લઈને આવીને વેપારી યુવક સાથે બોલા ચાલી કરી ગાલ ઉપર લાફો મારી તથા નેફામાંથી છરી કાઢી ખભા તથા વાસાના ભાગે મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj