પોરબંદર,તા.30
ગઈ કાલે ભગવાન પરશુરામ જી નો જન્મોત્સવ હતો ત્યારે આ પાવન દિવસે પોરબંદર ભ્રહ્મ સમાજ ને ભાજપે જબરી ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે જેમાં ભાજપના જિલ્લા પ્રમુખના નામની પસંદગીમાં બ્રહ્મસમાજના મહિલા આગેવાનને પ્રમુખપદ સોંપવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ પદનું કોકડુ ઘણા લાંબા સમયથી ગુંચવાયેલુ હતુ અને ભાજપની સ્થાનિક જૂથબંધીને કારણે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે? તે અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલતી હતી. અંતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત લોકોની આતુરતાનો અંત આવ્યો છે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી નું નામ જાહેર કરવામાં આવ્યુ છે.
ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલી બેઠકમાં પ્રદેશના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના નામની જાહેરાત થઇ હતી. જો કે ચાર માસ પૂર્વે જયારે ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવા ની હતી ત્યારે જે 23 આગેવાનો એ દાવેદારી નોંધાવી હતી તેમાં ડો ચેતનાબેન નું નામ પણ ન હતું.
ચેતનાબેન બે દાયકા થી વધુ સમય થી તેઓ સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાવા ની સાથે સાથે પાલિકા માં અગાઉ પ્રમુખ ,સ્ટેન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટી ના ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે આજે ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને મહામંત્રી અશોક મોઢા સહીત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારીનું નામ જાહેર થયુ હતુ.
મહત્વની બાબત એ છે કે ડો. ચેતનાબેન તિવારી લોહાણા સમાજના દીકરી છે અને બ્રહ્મસમાજના ગિરીશભાઈ તિવારી સાથે તેમણે લગ્ન કર્યા હતા ત્યારે ભગવાન પરશુરામના જન્મોત્સવના દિવસે જ તેમને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે ત્યારે તેમના ઉપર બ્રહ્મસમાજ સહિત તમામ સમાજ દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.
પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારી સુશિક્ષિત મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હોમિયોપેથી કાઉન્સિલ અમદાવાદ ખાતે એમ.ડી. ડોકટરની ડિગ્રી ધરાવે છે તે ઉપરાંત એલ.એલ.બી.સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક માં પણ તેમણે કામ કર્યું છે ડોક્ટર ચેતનાબેન તિવારી ની ભાજપ જીલ્લા પ્રમુખ તરીકે નિમણુંક થતા મહિલાઓમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy