જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Local | Jasdan | 06 June, 2024 | 10:57 AM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.6
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને અપ્રવા એનર્જી, ગુજરાત બાયો ડાયવર્સીટી બોર્ડ, નાબાર્ડ ના આર્થિક સહયોગથી ચાલતા આરોહણ-III, PBR, વોટરશેડ પ્રોજેકટ  અંતર્ગત કનેસરા, ભોયરા અને દહીંસરા  ગામ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

  લોકોને પાંચ વૃક્ષો પ્રતિકાત્મક રૂપે અર્પણ કરી જીવનમાં વૃક્ષ ઉછેર કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અભિષેકજી અપ્રવા એનર્જી, ધર્મેન્દ્ર ચૌહાણ નાબાર્ડ ,આર. એસ. સાકળિયા, પી. એસ. આઈ. ભાડલા, એમ. બી. સોલંકી મદદનીશ આંકડા અધિકારી, એ. આર. સરવૈયા તથા વી. સી. વાટુકિયા, રમેશભાઈ કુકડિયા, વૈશાલી બેન વાઘેલા,એન.પી.કળોતરા ફોરેસ્ટ વિભાગ, યોગેશભાઈ જાની અને તેમની 108 ની ટીમ, રિંકલભાઈ માધ્યમિક શાળાના આચાર્ય હાજર રહી વિવિધ મુદાઓ વિશે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ દરેક ગામના સરપંચ ગ્રામ આગેવાનો, SHG મંડળનાં બહેનો, યુવાનો,ખેડૂતો તથા બાળકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. 

આ કાર્યક્રમનું સફળ સંચાલન ફિલ્ડ કો-ઓર્ડિનેટર નિતીનભાઈ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઓફિસર રાહુલ પરમાર, કાજલ ઝાલા, રાજેન્દ્રસિંહ ગોહિલ, અશોક શાપરા, પારસ હીરપરા, અભી ઢોલરીયા  દ્વારા કરવામાં આવ્યું હતું .

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj