મત ગણતરીના એક દિ’ પુર્વે મુખ્ય ચૂંટણી કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ યોજી

World Record : 31 કરોડ મહિલા સહિત કુલ 64.2 કરોડ લોકોએ મત આપ્યા: વિશ્વના કોઇપણ દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન

India, Politics, Woman, Lok Sabha Election 2024 | 03 June, 2024 | 03:47 PM
લાપતા જેન્ટલમેન વાપસ આ ગયેના મીમ્સ વિષે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે કહ્યું- ‘અમે કયારેય લાપતા ન્હોતા
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.3
આવતીકાલે લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ છે અને અનેક ઉમેદવારોના ભાવિ નકકી થવાના છે ત્યારે ચૂંટણીપંચે મતગણતરી પુર્વે ચૂંટણીપંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે જણાવ્યું હતું કે આ વખતે મતદારોએ અનેક રેકોર્ડ સર્જયા છે. આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યુ છે જે પહેલીવાર થયું છે, તેથી આ એક રેકોર્ડ છે.

આ આંકડો જી-7 દેશોના મતદાતાઓ કરતા 1.5 ગણો અને યુરોપીય સંઘના 27 દેશોના મતદાતાઓના 2.5 ગણો છે. લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે.

કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે. 

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને ’લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ’ મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માગીએ છીએ કે અમે ક્યારેય લાપતા નહોતા. અમે 4ખજની વાત કરી હતી.

ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વોટર્સ કરતાં 5 ગણા વધુ છે. આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું.

1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 68763 મોનિટરિંગ ટીમો ચૂંટણી પર દેખરેખ માટે રખાઈ હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતાં ઈઊઈ રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેકે સ્વેચ્છાએ યોગદાન આપ્યું છે.

રાજીવ કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે લગભગ ચાર લાખ વાહનો, 135 સ્પેશિયલ ટ્રેનો અને 1,692 એર ફ્લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્ર્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયામાં 68,000 થી વધુ મોનિટરિંગ ટીમો, 1.5 કરોડ વહીવટી અને સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા. સીઈસી રાજીવ કુમારે સોશિયલ મીડિયા મેમ્સ પર ચૂંટણી કમિશનરને ‘લાપતા જેન્ટલમેન’ કહીને કહ્યું, અમે હંમેશા અહીં હતા, ક્યારેય ગાયબ નથી થયા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj