ટોકીયો: સેરેન્ડિકસ નામની એક કન્સ્ટ્રકશન કંપનીએ જાપાનમાં રાતની છેલ્લી ટ્રેન નીકળી અને સવારે પહેલી ટ્રેન આવી એ ગાળા દરમ્યાન એક આખું નવું જ 3ડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન તૈયાર કરી નાખ્યું છે.
જાપાનના હત્સુશિમા રેલવે-સ્ટેશન પર આ ઘટના બની હતી. છ કલાકથી પણ ઓછા કલાકમાં હત્સુશિમા સ્ટેશન પર પ્રિન્ટરની મદદથી આખું રેલવે સ્ટેશન બન્યું હોય એવી આ પહેલી ઘટના છે.
આ સ્ટેશન પર લગભગ 530 યાત્રીઓને સર્વિસ આપવામાં આવે છે. કલાકમાં એકથી ત્રણ વાર અહીંથી ટ્રેન પસાર થાય છે અને સિંગલ લાઈન વપરાય છે. શાંત સમુદ્રતટીય આ શહેરની વસ્તી જસ્ટ 25000 છે.
નવું બનેલું રેલવે-સ્ટેશન 100 સ્કવેર મીટરમાં ફેલાયેલું છે. જો પારંપરિક રીતે અહીં સ્ટેશન બનાવવામાં આવ્યું હોત તો લગભગ બે મહિનાથી વધુનો સમય અને બમણાથી વધુ ખર્ચ થયો હોત.
એને બદલે રાતે 11.57 વાગ્યે છેલ્લી ટ્રેન નીકળ્યા પછી પહેલેથી જ ઢાંચા મુજબ તૈયાર 3ડી બ્લોકસને ગોઠવવાનું કામ શરૂ કર્યું હતું. ક્રેનની મદદથી આ કામ થયું અને સવારે 5.45 વાગ્યે પહેલી ટ્રેન આવી ત્યારે નવું સ્ટેશન વર્કીંગ ક્ધડીશનમાં તૈયાર હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy