રાજકોટ, તા.30
આજે અક્ષય તૃતિયા અને સામાન્ય રીતે આજનો દિવસ એ સોનાની ખરીદી માટે અત્યંત શુકનવંતો ગણવામાં આવે છે. અને ભારતીયોઓનો સોનાનો પ્રેમ જાણીતો છે. પરંતુ જે રીતે સોનાના ભાવમાં રેકર્ડબ્રેક વધારો થયો છે અને અક્ષય તૃતિયાએ પણ સોનુ રૂા. એક લાખ કે તેથી વધુના ભાવની આસપાસ બજારમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે તે સમયે પણ હવે જનરેશન ઝેડ એટલે કે ભારતના યુવા વર્ગ તેનો સોનાનો પ્રેમ મુકવા માંગતા નથી.
તેની સાથે હવે જવેલરીમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અગાઉ 22 કેરેટના બદલે 18 કેરેટની જવેલરી એ સામાન્ય બની ગઇ હતી. હવે વધુ લાઇટ વેઇટ એટલે કે હળવા વજનના 14 અને 9 કેરેટ સુધીની જવેલરી પણ માર્કેટમાં ઉપલબ્ધ થઇ ગઇ છે અને ગોલ્ડ પ્લેટેડથી પણ હવે લોકો કામ ચલાવવા લાગ્યા છે.
ખાસ કરીને નવા જનરેશનમાં હાથમાં સોનાનું બ્લેસલેટ પહેરવાનો જે ટ્રેન્ડ છે તેમાં હળવી જવેલરીનો હવે યુગ આવ્યો છે. લોકો રોકાણ માટે સોનાના બિસ્કીટ અથવા તો 22 કેરેટનું સોનુ કે જવેલરી કે સિકકાના સ્વરૂપમાં હોય છે તે ખરીદે છે.
જયારે ફેશન માટે 14 થી 18 કેરેટના દાગીના પણ હવે ટ્રેન્ડ બની ગયા છે. પરંતુ 24 કેરેટનો ભાવ રૂા. એક લાખથી ઉપર અને 22 કેરેટનો ભાવ ઉપર રૂા. 90 હજાર કે તેની આસપાસથી એક મોટા વર્ગ માટે સોનુ એ દુરની પહોંચ બની ગઇ છે.
તેથી રેગ્યુલર ખરીદીમાં 18 કેરેટ એ સૌથી મહત્વનું બની ગયું છે. જયારે જનરેશન ઝેડ એ સિલ્વર પ્લેટેટ 18 કેરેટ અથવા રર કેરેટ ગોલ્ડની પસંદગી કરે છે. સ્ટાઇલીસ્ટ લુક અને સોનાનું સોનુ આ બંને હેતુ તેમના માટે પાર પડી જાય છે. ભારતમાં જવેલરી બ્રાન્ડ સતત વધી રહી છે અને આ બિઝનેસ ઓર્ગેનાઇઝ પ્લેયરના હાથમાં જવા લાગ્યો છે.
હાલમાં જ થયેલા એક માર્કેટ સર્વેમાં જણાવાયું છે કે ભાવ વધવા છતાં પણ એક વર્ગ માટે સોનાની ડિમાન્ડ યથાવત રહી છે અને ખાસ કરીને ફેશન ટ્રેન્ડમાં પણ સોનુ મહત્વની ભૂમિકા ભજવે છે.
અનેક વૈશ્વિક બ્રાન્ડ પણ ભારતમાં હળવા વજનની છતાં ડિઝાઇનર જવેલરી રજુ કરી રહ્યા છે. ફલીપકાર્ડની ફેશન જવેલરીમાં પ0 ટકા જેટલો બિઝનેસ વધારો જોવા મળ્યો છે. ત્યાં અનેક બ્રાન્ડ એક સાથે મોજુદ છે અને તેથી પસંદગીની પણ સરળતા રહે છે.
15 વર્ષમાં ભારતીય ઘરોમાં રહેલા સોનાની કિંમતમાં 59 લાખ કરોડનો વધારો થયો
દેશમાં 12 હજાર ટન સોનુ કુટુંબો પાસે હોવાનો અંદાજ : જેમાં 8,696 ટન જવેલરીના સ્વરૂપમાં છે
ભારતીયો માટે સોનુ એ રોકાણનું સૌથી મોટુ માધ્યમ છે અને છેલ્લા 15 વર્ષમાં જેઓએ રોકાણના હેતુથી સોનુ ખરીદયુ છે તેના કારણે ભારતીય ગૃહિણીઓ પણ ધનવાન બની છે.
છેલ્લા 15 વર્ષમાં ભારતીય કુટુંબોએ 12 હજાર ટન સોનુ ખરીદયુ છે અને તેમાં 8,696 ટન જવેલરીના સ્વરૂપમાં છે. જયારે બાકીના 3,310 ટન બિસ્કીટ અથવા સિકકાના સ્વરૂપમાં છે.
જે રીતે સોનાનો ભાવ સતત દર વર્ષે વધે છે તેના કારણે ભારતીયો ઘરોમાં 700 બીલીયન ડોલર અથવા તો કહો કે 59 લાખ કરોડ રૂપિયાનું મુલ્ય આજના ભાવ મુજબ વધ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ મુજબ એક વર્ષ પૂર્વે ભારતીય ઘરો પાસે 25 હજાર ટન સોનુ હતું ભારતીય મંદિરોમાં પણ સોનાના ભંડાર ભર્યા છે અને તે 3 હજારથી 5 હજાર ટન સોનુ હોવાનો અંદાજ છે.
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 879 ટન સોનુ છે. જે કુલ સોનાના રીઝર્વમાં 13 ટકા જેટલું છે અને ભારતમાં કુલ 30 હજાર ટન સોનુ હોવાનો અંદાજ છે જેની કિંમત 3.ર ટ્રીલીયન ડોલર જેટલી થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy