(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.30
મોરબી હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કારખાનામાં રહી મજૂરી કામ કરતાં પરિવારનો યુવાન કારખાનાના માટી ખાતામાં લપસી ગયો હતો અને પડી જતા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયુ હતું.
તાલુકા પોલીસના નંદરામભાઇ મેસવાણિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મજૂરીકામ માટે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા કેરાવીટ સિરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને માટી ખાતામાં મજૂરી કામ કરતા પરિવારનો રીતેશ ભુવનભાઈ સોલંકી નામનો 18 વર્ષનો યુવાન રાત્રિના કામ ઉપર હતો ત્યારે માટી ખાતામાં રગડામાં (લીકવીડ સ્લરી) તેનો પગ આવ્યો હતો.
અને તે લપસી ગયો હતો.લપસીને પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ પહોંચી હતી અને તેને બેભાન હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા ત્યાં તેને ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે હાલ મૃતકના ડેડબોડીને તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યો છે.
દારૂ સાથે
વાંકાનેર હાઇવે એક્ષલ સીરામીક સામેના ભાગે સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હરેશ પ્રેમજીભાઈ બાવળીયા કોળી (36) રહે. રાતાવિરડા પાસેથી બે બોટલ દારૂ મળી આવતા રૂપિયા 1122 ની કિંમતના દારૂ સાથે હરેશભાઈ કોળીની ધરપકડ કરવામાં આવી હતી.તે આ દારૂની બોટલ લોકોની પાસેથી લાવ્યો હતો ? તે સહિતની બાબતો માટે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
પાંચને ઇજા
મોરબીના ઘુંટુ ગામે આવેલ જનકનગર વિસ્તારમાં રહેતા લોકો ઘુંટુંથી કડી જવા નીકળ્યા હતા.તે દરમિયાન હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે રોંગ સાઈડમાં આવતી ગાડી સાથે વાહનની અથડામણ થઈ હતી.જેમાં ઇજા થતાં હસમુખમતીબેન સનારીયા (36), ધ્રુમીત બળદેવભાઈ સનારીયા (18), પ્રદ્યુમનભાઇ પ્રાણજીવનભાઈ સનારીયા (37), પીનાક હર્ષદભાઈ સનારીયા અને મન પ્રદ્યુમનભાઈ સનારીયાને ઇજાઓ થતા શિવમ હોસ્પિટલને સારવાર માટે લઈ જવાયા હતા. બી ડિવિઝન એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy