ગોંડલ નજીક આઈસરે બાઈકને ઉડાવતા બિલડી યુવાનનું મોત

Local | Gondal | 14 May, 2024 | 11:58 AM
પરપ્રાંતીય યુવાન પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા),ગોંડલ તા.14
ગોંડલ થી વાસાવડ જતા રોડ પર મેઘપરના પાટિયા પાસે આઇસર ચાલકે બાઇકને અડફેટ લેતા સર્જાયેલા અકસ્માતમાં બિલડીના યુવાનનું ઘટના સ્થળે જ કંપમાંથી ભર્યું મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે યુવાનના પરિવારમાં કલ્પાંત છવાયો હતો 

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના બિલડી ગામે રહેતા અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટમાં બોલેરો ગાડી મૂકી ડ્રાઇવિંગ નું કામ કરતા અનિલદાન સુરુ ઉંમર વર્ષ 34 વાસાવડ ગામેથી પોતાના બાઈક પર બિલડી આવી રહ્યા હતા ત્યારે મેઘપરના પાટિયા પાસે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલા આઇસર ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં અનિલદાન  ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીકળ્યું હતું અકસ્માતના પગલે આટકોટ બીટ જમાદાર ફાલ્ગુનભાઈ સાગઠીયા એ દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી અને આઇસર ચાલકની ધરપકડ કરી હતી 
અનિલ દાન સુરુ ત્રણ ભાઈઓના પરિવારમાં બીજા નંબરના હતા તેઓના અકાળે નિધનથી પરિવારમાં કલ્પનાત છવાયો હતો

છરીવડે હુમલો:-
ગોંડલ માં અજાણ્યા યુવાન પર કોઈએ ગળા નાં ભાગે તિક્ષણ હથીયાર વડે હુમલો કરતા યુવાન ને લોહીલુહાણ હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બપોર નાં સુમારે નદી પરની બેઠી ધાબી પર અજાણ્યા પરપ્રાંતિય યુવાન પર ગળાનાં ભાગે કોઈએ તિક્ષણ હથીયાર વડે હુમલો કરતા યુવાન ને ગળા નાં ભાગે ઉંડા ઘા સાથે ગંભીર ઇજા થતા ગોંડલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલ તથા એમ્બ્યુલન્સ માંથી ઇજાગ્રસ્ત હાલતમાં નાશવા નો પ્રયત્ન કર્યો હતો.મહામુસીબતે સ્ટાફે કાબુ માં લઈ રાજકોટ ખસેડ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj