રાજકોટ. તા.26
ગોંડલના દેરડીકુંભાજી ગામમાં બાઈક જોઈને ચલાવવાનું કહેતાં યુવાન પર હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કરતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ગોંડલના દેરડીકુંભાજી ગામે રહેતાં ગીગાભાઇ ઉર્ફે ભાવેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લાલા દેવશી ગોલ (રહે. દેરડી કુંભાજી) નું નામ આપતાં સુલતાનપુર પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. ગઇ તા.23 ના સવારના નવેક વાગ્યે તેઓ ઘરથી થોડે દૂર હમીરભાઇના ઘરે કડીયાકામમાં મજુરીએ ગયેલ હતો અને ત્યાંથી હમીરભાઈએ બપોરના બે વાગ્યાની આસપાસ ચા લેવા માટે દેરડી જકાતનાકાએ આવેલ ભોલા પાન તથા ચા ની હોટલે મોકલતા તે ચાની હોટલે ચાલીને જતો હતો ત્યાં ચાની હોટલ સામે રસ્તામાં રોડ ઉપરથી આગળની શેરીમાં રહેતો ગામનો લાલભાઈ ઉર્ફે લાલો તે બાઈક લઈને ઘસી આવી ફરિયાદીને અડાડીને કાઢતા તેને બાઈક જોઈને હાંકવાનું કહેતા લાલો બાઈક રોકી નીચે ઉતરી ઉશ્કેરાઇ જઇ ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કરી બે ત્રણ ફડાકા ઝીંકી દિધા હતાં.
દરમિયાન લાલાના હાથમાં લાકડી આવી જતા લાકડી આડેધડ મારમાર્યો હતો. તેમજ આંખ અને નાક ઉપર પણ વધુ માર મારતા લોહી નીકળવા લાગેલ હતુ. દરમિયાન ત્યાં લોકો એકઠાં થઈ જતા આરોપી જાતિ પ્રત્યે અપમાનિત કરી કહેતો હતો કે, તારી જાતીના જેને કહેવુ હોય તેને કહી દેજે અને હવે કાઇ આડો ઉતરતો નહી નહિતર પતાવી દઇશ તેમ કહી નાસી છૂટ્યો હતો.
જે બાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 મારફત ગોંડલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy